Mysamachar.in-જામનગર:
જિલ્લા પંચાયતમાં વર્ષ ૨૦૧૬-૧૭ અને વર્ષ ૨૦૧૭-૧૮ના મંજુર થયેલા કામો પુરા જ થતા નથી, ગ્રામ્ય માર્ગો,કોઝ વે, પુલીયા, નાલા, સડક, બ્લોક, પાકા રોડ સહીતના ૧૩૯ કામો પુરા થતા જ ન હોય ગ્રામીણપ્રજા સુવિધાવિહોણી હોવાનો અહેસાસ કરી રહી છે,જિલ્લા કક્ષાની મીટીંગમાં પંચાયતના માર્ગ મકાનના કાર્યપાલક ઈજનેરએ જણાવ્યા મુજબ ૨૦૧૭-૧૮ની સાલમાં કુલ ૮૧ કામો મંજૂર થયેલ છે,.જેમાંથી ૩૯ કામો પ્રગતીમા છે, અને ૨૫% કામગીરી પૂર્ણ છે,અન્ય કામોના વર્કઓર્ડર તાજેતરમાં અપાયા છે,તેમજ ચોમાસાની સીઝનમાં કામ બંધ રહે છે,. અને ફરીથી શરૂ થાય છે માટે વિલંબ થાય છે,.
ત્યારે સવાલ એ છે કે ત્રણ વર્ષના મંજુર થયેલા ૮૧ કામોમાંથી ૬૯ કામોના ટેન્ડર બહાર પાડી દેવાયા છે, જેમાંથી ૩ ના વર્કઓર્ડર અપાયા છે અન્ય બાકી પ્રક્રિયામાં ૧૩ના ટેન્ડરો બહાર પાડ્વાના બાકી છે, ત્યારે કામોની ટેકનીક્લ મંજુરીની પ્રક્રિયા ચાલે છે , બીજા છે જે સમયે લાગે તેવા છે, તે કામોમાં જમીન સંપાદનના પ્રશ્ન છે,આવુ શા માટે થાય દરેક જરૂરી કામ ઝડપી કેમ ન થાય…
ઢીલી નિતી કે પછી….
સરકારી રાહે અપાયેલા જવાબ ઉપરથી તારણ નીકળે છે કે મંજુર કામો ઝડપી પૂરા થાય તેવી ઈચ્છા શક્તિ નથી હોતી તેવી જ રીતે વર્ષ ૧૬-૧૭ના ૫૮ કામો હજુ બાકી છે. કેમકે જાણકારોના મતે પંચાયત માર્ગ-મકાન. વિભાગ સુસ્તીમાં જ રહે છે.જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગ સામે અનેક સવાલ ઉઠતા રહે છે.. ઉપરાંત વન વિભાગ,રેવન્યુ સ્ટેટ પીડબલ્યુડી સહીતના વિભાગો સાથે પણ સંકલન રખાતા નથી એટલું જ નહીં સાઈટ ઉપર નિયમિત વિઝીટ થતી નથી તેમ અનેક ગ્રામજનો અને પ્રજા પ્રતિનિધીઓ જણાવે છે.