Mysamachar.in-અમદાવાદ
દિવસે ને દિવસે સામાજિક પતનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, અને ના ધાર્યા હોય તેવા સબંધો બંધાઈ છે, તેમાં પણ મેટ્રોસીટીની તો વાત જ શું કરવી…એવામા આજે વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, જેમાં એક પત્નીની દર્દભરી દાસ્તાન સામે આવી છે, જેમાં પત્નીએ આક્ષેપ કર્યો કે મારો પતિ મારી જેઠાણી સાથે એક બેડ પર સુવે છે, હું ઘરમાં હોઉં છતાં તે મારી જેઠાણી સાથે સુવે છે તેવો આક્ષેપ એક પરિણીતાએ કર્યો છે. એટલું જ નહીં તેના પતિ અને જેઠાણીના અનૈતિક સંબંધની જાણ આખા ઘરને છે. ખુદ તેના સાસુએ આ વાત બહાર ન જાય તે માટે ધમકી આપી હતી.
આખરે પરિણીતાએ તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ચોંકાવનારો આક્ષેપ કરતી ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ચકચાર વ્યાપી જવા પામી છે. એક પત્નીએ ભારે હૈયે નોંધાવેલી ફરિયાદ મુજબ તેના લગ્ન સમાજના રિવાજ મુજબ મધ્યપ્રદેશમાં થયા હતા. લગ્ન કરીને તે પતિના ઘરે પહોંચી ત્યારે બીજા દિવસે તેની સાસુએ તેને કહ્યું કે, તારા પતિ અને મોટી વહુ વચ્ચે સંબધ છે પણ તું આંખ આડા કાન રાખજે પહેલા તો પરિણીતા આ વાત નજર અંદાજ કરી પણ આ વાત સાચી સાબિત થવા લાગી હતી.
એક દિવસ પરિણીતા વહેલી સવારે તેના પતિને શોધી રહી હતી. ત્યારે તેનો પતિ અને જેઠાણી બીજા રૂમમાં કઢંગી હાલતમાં હતા. અને પરિણીતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ વાત પરિણીતાએ તેના પિતાને કહી પણ પિતાએ તેને ઘર ન તૂટે તે માટે સમજાવી હતી. થોડા દિવસ બાદ આ સિલસિલો રોજનો અને ખુલેઆમ થવા લાગ્યો અને તેનો વિરોધ કરતા સાસરિયાએ પરિણીતાને ધમકાવી અને માર માર્યો હતો. આ બનાવ બાદ પરિણીતા અમદાવાદ પિતાના ઘરે આવી ગઈ હતી. હાલ આ સંદર્ભે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.આમ વારંવાર સામે આવતા આ કિસ્સા સમાજ માટે કલંક અને સબંધોને લજવનાર છે.