Mysamachar.in-અમદાવાદ
અમદાવાદ શહેરમાં રહેતા એક વેપારીના છૂટાછેડા થયા હોય પોતાની એકેલાતાને દૂર કરવા માટે તેણે ટીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં તેઓની જાનવી નામની યુવતી જોડે મિત્રતા થઈ હતી. જે બાદ એક મુલાકાતમાં મળીને પછી તેઓ એકાંત માટે એક ફ્લેટમાં ગયા હતા. જ્યાં જાનવીએ તેના વસ્ત્રો ઉતારવાના શરૂ કર્યા ત્યાં જ અમુક વ્યક્તિઓ ફ્લેટમાં સીધા અંદર આવી ગયા અને વેપારી હનીટ્રેપનો શિકાર બન્યા બાદ મામલો પોલીસ સુધી પણ પહોચ્યો છે, અને રાજ્યમાં હનીટ્રેપનો વધુ એક ખેલ ખુલ્લો પડ્યો છે,
અમદાવાદમાં બોપલ આંબલી રોડ પર રહેતા અને ફોરેક્સ ટ્રેડિંગનો ધંધો કરતા 41 વર્ષીય વેપારીના અગિયારેક વર્ષ પહેલા લગ્ન થયા હતા જોકે ચારેક વર્ષ પહેલાં તેની પત્ની સાથે છૂટાછેડા જતા તેઓ પત્ની વિનાનું એકલવાયું જીવન જીવતા હતા. પોતાની એકલતા દૂર કરવા વેપારીએ થોડા દિવસો પહેલાં જ મોબાઈલમાં ‘ટીન્ડર’ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી જેમાં જાનવી નામની યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને તેની સાથે મિત્રતાના સબંધો બાંધ્યા હતા, મિત્રતા થયા બાદ મેસેજમાં વાતચીત અને થોડા દિવસ પહેલા બંને એસ.જી. હાઇવે પર આવેલા ખેતલાઆપા ટી સ્ટોલ પર મળ્યા હતાં અને બીજા દિવસે મળવાનું નક્કી પણ કર્યું હતું.
બીજા દિવસે જયારે મળ્યા ત્યારે જાનવીએ તેને એકાંત જગ્યા પર જવાનું કહી ગોતા ખાતે તેના ફ્લેટમાં એકાંતમાં લઈ ગઈ હતી. ત્યાં જઈ વાતો કર્યાં બાદ જાનવીએ તેનું ટોપ ઉતાર્યું અને બાદમાં વેપારીને પણ કપડા કાઢવાનું કહ્યું. તે જ સમયે ત્યાં અમુક વ્યક્તિઓ સીધા અંદર ઘુસી આવ્યા ને જાનવી તેમની બહેન થાય તેમ કહી વેપારીને ખૂબ માર માર્યો. તેમાંનો એક વ્યક્તિ જાનવીને લઈને ત્યાંથી નીકળી ગયો. જ્યારે યુવરાજસિંહ નામનો વ્યક્તિ ગોતામાં પોલીસની નોકરી કરતો હોવાનું જણાવી તેને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા વેપારી તો એક સમયે ભારે ગભરાઈ ગયો હતો,
બાદમાં 50 લાખની માંગણી કરી અંતે 20 લાખનું નક્કી થયું. આંગડિયા મારફતે આ રૂપિયા આપી દેવાયા. પરંતુ આ બધું પત્યા પછી વેપારી ઘરે ગયા અને ત્યાં તેમને હાઇપ્લોગ્લાસમિયાનો એટેક આવ્યો. એ દરમિયાનમાં વેપારીને જાણ થઈ હતી કે આનંદનગર પોલીસે એક સમીર ચારણીયા નામના એક શખ્સની નકલી પોલીસ તરીકે ધરપકડ કરી છે. યુવરાજસિંહ બનેલો આ શખ્સ પેલો યુવરાજસિંહ નામનો પોલીસ છે. આમ વેપારીએ આ સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસમાં જાણ કરી પોલીસે જાનવી, સમીર ચારણીયા અને આશિક દેસાઈ નામના લોકો સામે આનંદનગર પોલીસે તેમના વિસ્તારમાંથી પકડી તેઓ સામે ખંડણી આપવાની ધમકી, પૈસા પડાવવાની, વેપારીને ગોંધી રાખવાની, માનસિક ત્રાસ આપવાની અનેક કલમો હેઠળની પોલીસે ફરિયાદ નોંધી તમામ ગુનેગારોને સેટેલાઇટ પોલીસને સોંપી આગળની કાર્યવાહી શરૂ કરી છે.