Mysamachar.in-જૂનાગઢ
આજના સસ્તા ઈન્ટરનેટના યુગમાં બાળવયથી જ મોબાઈલ અને ઈન્ટરનેટ પર સર્ફિંગ કરવાનું બાળકોને ઘેલું લાગ્યું છે, જો કે તેમાં માતાપિતાએ પણ થોડી સજાગતા દાખવવાની જરૂર હોય તેમ લાગે છે, અને જો સજાગતા ના દાખવવામાં આવે તો કેટલાક કિસ્સાઓમાં ગંભીર પરિણામો પણ આવી શકે છે, આવો જ એક કિસ્સો સામે આવ્યો જે આંખ ઉઘાડનાર ચોક્કસ કહી શકાય, આ ઘટનામાં કિશોર અને કિશોરી બન્ને સગીર વયના હોય જેથી તેમના નામોનો ઉલ્લેખ અત્રે કરવામાં આવ્યો નથી, પણ માત્ર વાલીઓમાં જાગૃતિ આવે તે માટે આ સમાચારને અહી સ્થાન આપવામાં આવી રહ્યું છે,
સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમોમાં એક્ટીવ થઇ અને યુવક અને યુવતીઓ ઝડપભેર એકબીજાના સંપર્કોમાં આવી જાય અને આકર્ષાઈ જતા હોય છે, આવો જ કિસ્સો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની 15 વર્ષની સગીરાને જામખંભાળિયાના સગીર વયના યુવક સાથે સોશ્યલ મીડિયામાં વાતચીત કરતા કરતા પ્રેમ થઈ ગયો અને પ્રેમમાં પડી ગયેલા આ બન્ને સોશ્યલ મીડીયાના માધ્યમથી બન્ને એકબીજાને ફોટોની આપ-લે પણ કરી હતી. જેમાં સગીરાના ફોટાને આધારે જામખંભાળિયાના યુવકે બ્લેક મેઇલિંગ કરવાનું શરૂ કર્યું અને આ યુવાને સગીરા પાસેથી પૈસા પડાવવા માંગતો હતો.
જોકે સગીરાએ પ્રેમમાં પડીને રૂપિયા તેના ખાતામાં જમા પણ કરાવી દીધા હતા. આ મામલે હકિકત માલુમ થતા સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. તે દરમિયાન એક દિવસ જામખંભાળિયાનો કિશોર મિત્રો સાથે સગીરાના ગામ પહોંચી ગયો હતો. જેથી સગીરાના પિતા અને ગામ લોકો આવી જતા યુવક અને તેના મિત્રો ભાગી ગયા હતાં. અને ગામ લોકો તેની પાછળ દોડ્યા હતા.
બાદમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસની મદદથી આ યુવાનોને ઝડપી લીધા હતા. અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને જામખંભાળિયાના સગીર વયના યુવકના પિતાએ ખાતરી આપતા આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જેમાં પોલીસની ભૂમિકા પણ મહત્વની રહી અને અને નાદાનિયતમાં ભરાયેલા આ પગલા બદલ તમામ લોકોને મીઠો ઠપકો આપ્યો હતો અને પરિવારજનો પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.અને આ કિસ્સાનું સુખદ સમાધાન બન્ને પક્ષો વચ્ચે પોલીસે કરાવી મહત્વની ભૂમિકા ભજવી જો કે આ કિસ્સો આજના વાલીઓ માટે પોતાના સંતોનો પર નજર રાખવી તેટલું ચોક્કસ ધ્યાન દોરનાર છે.