Mysamachar.in-જામનગર:
જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ ધરી દેતા જામનગર કોંગ્રેસમાં રોષ ભભૂકી ઉઠયો છે, એકબાજુ વલ્લભભાઈ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા હતા, તો બીજી બાજુ જામનગર લાલ બંગલો સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વલ્લભભાઈનું પુતળું સળગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો,હજુ તો બે દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવીયા એવો રાગ-આલાપ આપી રહ્યા હતા કે કોંગ્રેસ છોડવાનો નથી, આ બધી અફવાઓ છે. ત્યારે એકાએક વલ્લભ ધારવીયા પલ્ટી મારી જતા હાલ તો કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.અને ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં પ્રવેશ કરીને વલ્લભ ધારવીયા જણાવ્યું હતું કે “ઘરનો છોકરો જેમ ભૂલો પડે તેમ હું પણ ભૂલો પડી ગયો હતો, અને ફરીથી ભાજપમાં આવી ગયો છું”ત્યારે લોકોના મનમાં તો એવો પણ સવાલ થાય છે કે વલ્લભભાઈ તમે આ ઉમરે પણ ભૂલા પડી જતાં હો તો…?

કોંગ્રેસ પ્રદેશની નેતાગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા ઉપરાંત કોંગ્રેસની ટિકિટ માંગવા હું ગયો ન હતો પ્રયાસો કર્યા હતા અને કોંગ્રેસને આ બેઠક ઉપર સક્ષમ ઉમેદવાર જોઈતો હોવાથી મારી પસંદગી કરી હતી ત્યારે કોંગ્રેસ પાસે વીઝન નથી દેશને લૂંટનારી પાર્ટી કહીને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા અંતે તેમણે જણાવ્યું હતું કે સત્તા કે ટિકિટની લાલચમાં ભાજપમાં આવ્યો નથી અને આગામી દિવસોમાં ચૂંટણી લડશે નહી તેવી જાહેરાત પણ કરી હતી,

આમ વલ્લભ ધારવીયાને જામનગર ગ્રામ્યની પ્રજાએ વિશ્વાસ મૂકીને પોતાના પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં મોકલ્યા હતા.પરંતુ વલ્લભ ધારવીયાએ એક વર્ષની અંદર જ પ્રજાએ આપેલ ચુકાદાની મજાક ઉડાડીને આવો નિર્ણય લેતા તેના વિસ્તારની પ્રજામાં આઘાતની લાગણી સાથે ભારે ટીકા થઈ રહી છે.


જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.