Mysamachar.in-સુરત
રાજ્યમાં લોકડાઉન વચ્ચે સૌથી વધુ કોઈ વસ્તુની માંગ ઉઠી હોય તો તે છે, બંધાણીઓના પાન, માવા, અને ગુટખા, ત્યારે તસ્કરો પણ આવી ચીજવસ્તુઓની ચોરી તરફ વળ્યા હોવાના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, સુરતના પુના વિસ્તરમાં આવેલ એક ગોડાઉને તસ્કરોએ નિશાન બનાવી પાન મસાલાના ગોડાઉનમા થી તસ્કરો ગોડાઉનનું શટર તોડીને 8 લાખના પાન મસાલા સહિત ખુરશીઓ અને વોટર-બોટલ સહિતના મુદ્દામાલ સાથે કુલ 12 લાખના મુદામાલની ચોરી કર્યાની થયાની ઘટના સામે આવી છે.
સુરતના પુણા કડોદરા રોડ પર કરમચંદ કંપનીનું ગોડાઉન આવેલ છે, ગત બીજી માર્ચથી લઈને 22 એપ્રીલ સુધીના સમયગાળા દરમિયાન ગોડાઉનના શટર તાળાવાળી પટ્ટીઓ કોઈ સાધનથી તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતાં. જેમણે આ ગોડાઉનમાંથી અન્ય કોઈ વસ્તુ મળે કે નહિ મળે પણ જે રીતે બજારમાં ગુટખા અને પણ મસાલાની માંગ છે, તેમાં ગોડાઉનમાં રહેલ પાન-મસાલાના 25 બોરામાં કુલ પેકેટ 5 હજાર, જેની એક પેકેટની કિંમત 160 લેખે કુલ 8 લાખ અને તમાકુના બોરા 11 જેમાં એક બોરામાં 800 પકેટ મળી 11 બોરામાં કુલ 8800 જેની કિમત 40 લેખે ગણી 3,52,000 અને વોટર બોટલના પ પાર્સલ જેમાં કુલ 400 નંગ હતાં. તથા પ્લાસ્ટિકની ખુરશીઓ 60 નંગ સ્કિમમાં આપવા માટે રખાઈ હતી. જેની ચોરી કરતાં કુલ 12 લાખની ચોરી મામલે માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.