Mysamachar.in-સુરત
સુરતના વરાછા વિસ્તારમાં એક ઘટના સામે આવી છે, જેમા એક રત્નકલાકારને મારમારી પોલીસ હોવાની ઓળખ આપી લૂંટી લેવાયો હતો. જેમાં પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યા છે, વરાછા રચના સર્કલ વાળીનાથ સોસાયટી પાસે બુધવારે રાત્રે સાડા નવેક વાગ્યે પોતાના ભાઈને ટીફિન આપવા નીકળેલા રત્નકલાકારને ચાર બદમાશોઍ પોતાની ઓળખ પોલીસની આપી મારમારી રૂપિયા 15 હજારની કિંમતનો મોબાઈલ લૂંટી નાસી ગયા હતા.
ડિ સ્ટાફના પોલીસવાળા છીઍ તેમ કહી ટીફીનનું બેગ ચેક કરી પરત આપ્યું હતું. ત્યારબાદ ખિસ્સામાંથી મોબાઈલ ફોન માંગ્યો હતો. યોગેશે ફોન આપવાની ના પાડતા ગાળાગાળી કરી મારમારી મોબાઈલ લૂંટી લીધો હતો. હાથમાંથી પણ ચાંદીની સાકળી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જાકે તે હાથમાંથી નહી નિકળતા ચુપચાપ અહીથી જતો રહે નહી તો જેલમાં પુરી દેવાની ધમકી આપી હતી.
યોગેશભાઈ બીજા દિવસે ફરી ઘટના સ્થળે જઈ તપાસ કરતા તેઓ પોલીસના માણસો ન હોવાનુ બહાર આવ્યું હતું અને વિનોદ નામના યુવકે પોલીસની ઓળખ અપી મારમાર્યો હતો. આ બનાવ અંગે પોલીસે યોગેશ કોળીની ફરિયાદ લઈ આજે ડુપ્લીકેટ પોલીસ નરેશ ઉર્ફે નારિયો ત્રિકમભાઈ વઘાસીયાને ઝડપી પાડ્યા હતા. આ આરોપી અગાઉ ચોરી, લુટ, અપહરણ, ગુનામાં સુરતનાં કાપોદ્રા પોલીસ મથકમાં 4 વખત અને માં તેમજ અમરેલી જીલ્લા એક તેમજ સાવરકુંડલામા 1 ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.