Mysamachar.in-જામનગર:
જામનગરમાં આવેલ મોદી સ્કુલનું પરિણામ દરવર્ષે બોર્ડમાં અવ્વલ આવવા માટે જાણીતું છે. વર્ષ 2025 ધોરણ-10 બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષાના પરિણામ જાહેર થયેલ છે તેમાં જામનગર જીલ્લાનું 85.55% પરિણામ રહ્યું. જેમાં જામનગર મોદી સ્કૂલનું અંગ્રેજી માધ્યમનું 99 % તેમજ વર્ષ : 2025 ધોરણ-10 બોર્ડ દ્વારા જે પરિણામ જાહેર થયેલ છે તેમાં જામનગર ગુજરાતી માધ્યમનું 99.30 % પરિણામ રહ્યું. આ વર્ષે મોદી સ્કૂલ જામનગરના કુલ 337 વિદ્યાર્થીઓમાંથી આટલું શ્રેષ્ઠ પરિણામ આપતી જામનગર જીલ્લાની એકમાત્ર મોદી સ્કુલ છે. જો કે મોદી સ્કૂલે છેલ્લા તેર વર્ષથી જામનગર જીલ્લામાં ધોરણ-10 બોર્ડના પરિણામમાં સર્વશ્રેષ્ઠ રહેવાની પરંપરા જાળવી રાખી છે. જેમાં સતત ચૌદમાં વર્ષે પણ મોદી સ્કૂલ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો વિશ્વાસ જીતી જામનગરવાસીઓ માટે પણ ગૌરવ લઇ શકાય તેવું ઉચ્ચતમ પરિણામ આપી વિદ્યાર્થીઓને સફળતાની નવી રાહ દોરી છે.
ધોરણ-10 બોર્ડના પરિણામમાં મોદી સ્કૂલના કુલ 337 વિદ્યાર્થીઓમાંથી 99.11 % વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે, કે જેમાં અનુભવી શિક્ષકોની Team સાથે Education System માં થતા નવા ફેરફારો સાથે વિદ્યાર્થીઓને આ System માં ઢાળી સમય સાથે તાલ મિલાવી હંમેશા મોદી સ્કૂલ માર્ગદર્શક બની રહી છે.
ધોરણ-10 બોર્ડ માં જામનગર જીલ્લામાં A1 ગ્રેડ મેળવતા 873 વિદ્યાર્થીઓ છે. જેમાંથી એકમાત્ર જામનગર મોદી સ્કૂલના 93 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. મોદી સ્કૂલના કુલ 337 વિદ્યાર્થીઓમાંથી 99 PR ઉપર 31 વિદ્યાર્થીઓ, 95 PR ઉપર 109 વિદ્યાર્થીઓ અને 90 PR ઉપર 165 વિદ્યાર્થીઓ રહ્યાં છે. એટલે કે મોદી સ્કૂલનો દર બીજો વિદ્યાર્થી રાજ્યના ટોપ-10% માં સ્થાન ધરાવે છે.
મોદી સ્કૂલની છત્રછાયામાં, ટ્રસ્ટી પારસભાઈ મોદી, જીના મોદી, હિત મોદી, પ્રિન્સીપાલ તેમજ મોદી સ્કૂલના સમગ્ર સ્ટાફ તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સમગ્ર વર્ષ દરમ્યાન સતત મૂલ્યાંકન દ્વારા મોદી સ્કૂલ વિદ્યાર્થીઓનો હોંસલો વધારતી રહી છે. આ ઉપરાંત શાળાનું નવુ સોપાન INTEGRATED BATCH શરૂ કરવામાં આવેલ હતી. તેમાં વિદ્યાર્થીઓને JEE/NEET/GUJCET વગેરે જેવી Competitive exam માટે ધોરણ-6 થી 10 જ બોર્ડની સાથે સાથે તૈયારીઓ કરાવી છે. જેથી બાળકો ધોરણ – ૧૦ માં પણ વધુ સારુ પરિણામ લાવી શક્યા, તે આ વર્ષનું પરિણામ જ ઉદાહરણ રૂપ બન્યું છે. આ FOUNDATION COURSE બાળકોને આગળના બધા જ અભ્યાસક્રમમાં ઉપયોગી બનશે.

-સફળતા મેળવનાર કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત…..
01-વિદ્યાર્થીનું નામ: જરીવાલા વૈદેહી હેમંતકુમાર
મારું નામ જરીવાલા વૈદેહી છે. મારા પિતાનું નામ હેમંતકુમાર છે. મે સમગ્ર ગુજરાત બોર્ડમાં વર્ષ 2024-25 માં લેવાયેલ S.S.C. ની પરીક્ષામાં મે 99.95 PR પ્રાપ્ત કરી બોર્ડમાં પાંચમું સ્થાન મેળવેલ છે અને 97.67 % મેળવેલ છે. ગણિત તથા વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં પણ મે 99 તથા 98 ગુણ મેળવ્યા છે. આવું ઉજજવળ પરિણામ પ્રાપ્ત કરવા માટે સ્કૂલના કલાકો ઉપરાંત રોજનું 6 થી 7 કલાક નું વાંચન કરેલ છે. વિદ્યાર્થીઓના સર્વાંગી શૈક્ષણિક વિકાસ માટે સ્કુલમાં લેવામાં આવતી Weekly Test, Unit Test, Terminal Exam, Designer Prelim, Half Course, objective તથા Full Syllabus Exam ને કારણે મને બોર્ડની Exam ના તમામ પેપરો મારી શાળાના એક પ્રકારના Prelim Exam ના પેપરો સમાન જ લાગેલા હતા. છેલ્લા દિવસોમાં શાળા દ્વારા સંપૂર્ણ બોર્ડ સ્ટાઈલથી Pre-Board Exam Arrange કરી અમારી Board Exam પ્રત્યેનો જે હાવ હતો તે પણ દૂર કર્યો હતો. પારસ સર, જીના મેમ, હિત સર, પ્રિન્સીપાલ તથા સમગ્ર શિક્ષક સ્ટાફે વખતો-વખત અમને ગાઈડ કરી અમારી રાહ ખૂબ જ સરળ બનાવી છે. મારા આટલા ઉજજવળ પરિણામ માટે હું મારા માતા-પિતા, ઈશ્વર, શાળાના સંચાલકો તથા શિક્ષકોનો આભારી છું.
02-વિદ્યાર્થીનું નામ :- વરસાણી નીવા સુનિલભાઈ
મારું નામ વરસાણી નીવા છે. મારા પિતાનું નામ સુનિલભાઈ છે. મે સમગ્ર ગુજરાત બોર્ડમાં વર્ષ 2024-25 માં લેવાયેલ 5.S.C. ની પરીક્ષામાં મેં 99.93 PR પ્રાપ્ત કરી બોર્ડમાં સાતમું સ્થાન મેળવેલ છે અને 97.5 % મેળવેલ છે. ગણિત તથા વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં પણ મે અનુક્રમે 98 તથા 100 ગુણ મેળવ્યા છે. આવું ઉજજવળ પરિણામ પ્રાપ્ત કરવા માટે સ્કૂલના કલાકો ઉપરાંત રોજનું 5 થી 6 કલાક નું વાંચન કરેલ છે. વિદ્યાર્થીઓના સર્વાગી શૈક્ષણિક વિકાસ માટે શાળા દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ઘણા બધા નિર્ણયો લઈ બાળકોના પરિણામ સુધારવા બાબતે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. જેમ કે શાળા દ્વારા Regular Day to Day Test લેવામાં આવતી. જેના કારણે બાળકો દરરોજ Test આપી તમામ વિષયોના મહત્વના Topics સારી રીતે તૈયાર કરી પોતાના રીઝલ્ટમાં વધારો કરી શકે, આ Day to Day Test નો ફાયદો સારા બાળકોને તો થાય જ છે. પરંતુ Average Student ને 191 Marks માં વધારો કરવા માટે ખુબ જ ફાયદાકારક થયેલ છે અને તેને લીધે જ અમે આટલું ઉજજવળ પરિણામ મેળવી શક્યા છીએ. પારસ સર, જીના મેમ, હિત સર, પ્રિન્સીપાલ તથા સમગ્ર શિક્ષક સ્ટાફે વખતો-વખત અમને ગાઈડ કરી અમારી રાહ ખૂબ જ સરળ બનાવી છે. મારા આટલા ઉજજવળ પરિણામ માટે હું મારા માતા-પિતા, ઈશ્વર, શાળાના સંચાલકો તથા શિક્ષકોનો આભારી છું

03વિદ્યાર્થીનું નામ :- સોનગરા મીત મનસુખભાઈ
મારું નામ સોનગરા મીત છે. મારા પિતાનું નામ મનસુખભાઈ છે. મે સમગ્ર ગુજરાત બોર્ડમાં વર્ષ 2024-25 માં લેવાયેલ S.S.C. ની પરીક્ષામાં મેં 99.87 PR પ્રાપ્ત કરેલ છે અને 97% મેળવેલ છે. ગણિત તથા વિજ્ઞાન જેવા અથરા વિષયમાં પણ મે અનુક્રમે 100 તથા 100 ગુણ મેળવ્યા છે. આવું ઉજજવળ પરિણામ પ્રાપ્ત કરવા માટે સ્કૂલના કલાકો ઉપરાંત રોજનું 6 થી 7 કલાક નું વાંચન કરેલ છે. મારા આટલા ઉજજવળ પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના મેનેજમેન્ટ ટીમનો ખુબ જ અભારી છું. મે Regular School ની સાથે Foundation Course પણ કરેલ હતો જેના કારણે દસમાં ધોરણનો Base Clear હતો જ પરંતુ ધોરણ 11 અને 12 ના Concepts પણ સારી રીતે Clear થયેલા છે અને તેના કારણે અમુક Tricky Topics પણ સારી રીતે ભણેલા હોવાથી પરીક્ષામાં અથરા પ્રશ્નો પણ સહેલા લાગેલા હતા. પારસ સર, જીના મેમ, હિત સર, પ્રિન્સીપાલ તથા સમગ્ર શિક્ષક સ્ટાફે વખતો-વખત અમને ગાઈડ કરી અમારી રાહ ખૂબ જ સરળ બનાવી છે.મારા આટલા ઉજજવળ પરિણામ માટે હું મારા માતા-પિતા, ઈશ્વર, શાળાના સંચાલકો તથા શિક્ષકોનો આભારી છું.
04વિદ્યાર્થીનું નામ :- વિરાણી મેઘા સાગરભાઈ
મારું નામ વિરાણી મેઘા છે. મારા પિતાનું નામ સાગરભાઈ છે. મે સમગ્ર ગુજરાત બોર્ડમાં વર્ષ 2024-25 માં લેવાયેલ S.S.C. ની પરીક્ષામાં મેં 99.95 PR પ્રાપ્ત કરેલ છે અને 95.50 % મેળવેલ છે. ગણિત તથા વિજ્ઞાન જેવા અથરા વિષયોમાં પણ મે અનુક્રમે 94 તથા 94 ગુણ તથા સંસ્કૃતમાં 100 ગુણ મેળવ્યા છે. આવું ઉજજવળ પરિણામ પ્રાપ્ત કરવા માટે સ્કૂલના કલાકો ઉપરાંત રોજનું 6 થી 7 કલાક નું વાંચન કરેલ છે. વિદ્યાર્થીઓના સારા પરિણામ લાવવા માટે શાળા દ્વારા બાળકોને પાઠયપુસ્તક ઉપરાંત ઘણી Extra Material માંથી Practice કરાવવામાં આવે છે. જેના કારણે બાળકોને દરેક Topic ઊંડાણ પૂર્વક તૈયારી કરી અથરામાં અથરા દાખલાઓ, અધરા Topics ની સારી રીતે તૈયારી કરી સારામાં સારા ગુણ મેળવી શકે છે. Extra Paper Set ની પુષ્કળ Practice તો ખરી જ, અને સાથે સાથે Basic Class કે જેમાં Doubt Solving તથા જે અઘરા વિષયોમાં બાળકો ને સારામાં સારા ગુણ લાવવામાં મદદરૂપ થયેલ છે. પારસ સર, જીના મેમ, હિત સર, પ્રિન્સીપાલ તથા સમગ્ર શિક્ષક સ્ટાફે વખતો-વખત અમને ગાઈડ કરી અમારી રાહ ખૂબ જ સરળ બનાવી છે.મારા આટલા ઉજજવળ પરિણામ માટે હું મારા માતા-પિતા, ઈશ્વર, શાળાના સંચાલકો તથા શિક્ષકોનો આભારી છું.
05-વિદ્યાર્થીનું નામ :- ચૌહાણ અર્ચના ભૂપતભાઈ
મારું નામ મુંગરા રિયા છે. મારા પિતાનું નામ ભૂપતભાઈ છે. મે સમગ્ર ગુજરાત બોર્ડમાં વર્ષ 2024-25 માં લેવાયેલ S.S.C. ની પરીક્ષામાં મેં 99.69 PR પ્રાપ્ત કરેલ છે અને 96.17 % મેળવેલ છે. ગણિત તથા વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં પણ મે અનુક્રમે 100 તથા 99 ગુણ મેળવ્યા છે. આવું ઉજજવળ પરિણામ પ્રાપ્ત કરવા માટે સ્કૂલના કલાકો ઉપરાંત રોજનું 7 થી 8 કલાક નું વાંચન કરેલ છે. વિદ્યાર્થીઓના સર્વાંગી શૈક્ષણિક વિકાસ માટે સ્કૂલમાં અમારા Section Head અને Subject Teachers દ્વારા અમારૂ Personal Counselling કરવામાં આવતું હતું. જેમાં દરેક Student ને Personally મળીને તેના દરેક Subject ના Progress બાબતે ચર્ચા કરવામાં આવતી હતી. One to One Meeting ને કારણે Student નો Confidance ખૂબ જ વધે છે અને સારો Progress કરી શકે છે અને Last Prelims સમયે બાળકોને Personally બાજુમાં બેસાડીને Paper Checking કરવામાં આવે છે. જેને કારણે પોતાના માર્કસ કઈ ભૂલોને કારણે કપાય છે અને બીજી વખત ન કપાય એ બાબતે કાળજી રાખવામાં આવે છે. પારસ સર, જીના મેમ, હિત સર, પ્રિન્સીપાલ તથા સમગ્ર શિક્ષક સ્ટાફે વખતો-વખત અમને ગાઈડ કરી અમારી રાહ ખૂબ જ સરળ બનાવી છે.મારા આટલા ઉજજવળ પરિણામ માટે હું મારા માતા-પિતા, ઈશ્વર, શાળાના સંચાલકો તથા શિક્ષકોનો આભારી છું.
