Mysamachar.in-સુરત:
કોરોના વાયરસને પગલે 21 દિવસ દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, અમુક નાગરિકો જાણે આ લોકડાઉનની ગંભીરતા જ ન સમજતા હોય તે પ્રકારનું વર્તન કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સની પણ અમુક સ્થળોએ મજાક ઉડાવવામાં આવી રહી હોય તેમ પણ લાગે…. ત્યારે પોલીસ આવા તત્વો પર ડ્રોન કેમેરાના માધ્યમથી નજર રાખી રહી છે , ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે રમુજ ફેલાવો તેવો પણ બન્યો છે, સુરતના વરાછા રોડ પર આવેલી સરથાણા જકાતનાકા ખાતેની એક બિલ્ડીંગની છત પર ભજીયા પાર્ટીની તૈયારીઓ ચાલી રહી હતી. જો કે ત્યારે અચાનક પોલીસ ડ્રોન પહોંચી જતા ન માત્ર ભજીયા પાર્ટીની મજા બગડી હતી પરંતુ તમામ પાર્ટી રસિકોમાં ભાગદોડ મચી ગઇ હતી.
હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહેલા વીડિયોમાં પોલીસનું ડ્રોન ફરી રહ્યું હતું તે દરમિયાન ધાબા પર કેટલાક લોકો ભજીયા બનાવવા માટેની તૈયારીઓ કરતા જોવા મળે છે. જો કે અચાનક ડ્રોન આવી જતા તેઓ ભાગવા લાગે છે. જ્યારે કેટલાક લોકો ધાબા પર બેસી રહે છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા પોલીસ કાર્યવાહી કરશે તેમ લાગે છે