Mysamachar.in-ગાંધીનગર
લોકડાઉનનાં સમયથી જાહેરમાં લગ્ન પ્રસંગ યોજવા માટે 100 વ્યક્તિઓની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ નિયમમાં ફેરફાર કરી જાહેરમાં લગ્ન પ્રસંગ યોજવા માટે ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. હાલ લગ્ન પ્રસંગમાં હવે 100 વ્યક્તિઓના બદલે 200 વ્યક્તિઓને છૂટ આપવામાં આવી છે. ઉપરાંત રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને લઈને પણ આખરી નિર્ણય લેવાયો છે. ગુજરાતના 4 મહાનગરોમાં 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો છે. રાતના 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ રાજ્યમાં યથાવત રહેશે.
આ માર્ગદર્શિકામાં જણાવ્યુ છે કે કોરોનાનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જેમાં ફરજિયાત માસ્ક, સેનેટાઈઝર સહિતની વ્યવસ્થા લગ્ન પ્રસંગમાં રાખવી જરૂરી રહેશે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા લગ્ન સમારંભો યોજવા માટેની એક માર્ગદર્શિકા જાહેર કરાઇ હતી. હાલ રાજ્ય સરકાર દ્વારા તેમાં ફેરફાર કરીને ધડાધડ રાત્રિ કર્ફ્યૂ અને લગ્ન પ્રસંગમાં છૂટછાટને લઈને મોટો નિર્ણય લેવાયો છે. જેથી આગામી સમયમાં લગ્ન સમારંભમાં 200 વ્યક્તિઓની છૂટ આપવામાં આવી છે.