Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા ને સ્થાનિકો પાસે થી પાણી વેરા અને મિલકત વેરા પેટે વર્ષોથી કરોડોની બાકી વસુલાત નીકળે છે,આમ તો વસુલાત વર્ષ દરમિયાન અવિરત ચાલતી પ્રક્રિયા છે પણ છેલ્લા છેલ્લા કેટલાક દિવસોથી મનપા નું તંત્ર એક્શનમોડમા આવ્યું છે અને બાકી વેરા ના ભરનાર આસામીઓની મિલકતો સીલ કરી નાણા વસુલવાની શરૂઆત કરી છે,
એવામા કેટલીક સરકારી મિલકતો પણ સર્વિસ ચાર્જ ભરવામા ઉણી ઉતરતા મનપાની ટીમે આજે ધોકો પછાડીને વહેલીસવારે જામનગર ના ચાંદીબજાર નજીક આવેલ મેઈન પોસ્ટ ઓફીસ સહિતની પોસ્ટઓફિસો પાસેથી બાકી નીકળતા સર્વિસચાર્જની ૮૨ લાખની રકમ ભરપાઈ કરવા માટે અવાનવારના પત્રવ્યવહારો છતાં પણ ભરપાઈ કરવામાં ના આવતા આજે મનપા ની ટીમના આસીસ્ટન્ટ ટેક્સ કમિશ્નર જીગ્નેશ નિર્મળ,જી.જે.નંદાણીયા સહિતની ટીમ આજે વહેલીસવારે મેઈન પોસ્ટ ઓફીસ ને સીલ કરી અને મિલકતવેરો ના ભરનાર લોકોને ઉદાહરણ પુરુ પાડ્યું છે કે જે કોઈ આસામી ટેક્સ ભરપાઈ કરવામાં ડાંડાઈ કરશે તેની મિલકતો જપ્તીમા લેવાશે..
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.