Mysamachar.in-જામનગર
પ્રશાંત નીલે ડિરેક્ટર કરેલી KGFના પહેલા પાર્ટને ધમધોકાર સફળતા મળી હતી. જે પછીથી જ ફિલ્મ નિર્માતાઓએ તેના બીજા પાર્ટની તૈયારી શરુ કરી દીધી હતી. હવે એક પછી એક પોસ્ટર પછી બોલિવૂડ એક્ટર સંજયદત્તે પણ ફિલ્મમાં પોતાનો ફર્સ્ટ લૂક રીલિઝ કર્યો છે અને ફિલ્મના ડિરેક્ટર પ્રશાંત નીલે ટીઝર ક્યારે રીલિઝ થશે તે અંગે પણ માહિતી આપી છે. ડિરેક્ટર પ્રશાંત નીલે ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી હતી અને સાથે જ લખ્યું હતું કે “The countdown to the opening of the empire door begins now!” જ્યારે સંજય દત્તે પણ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટર શૅર કર્યું હતું અને જણાવ્યું હતું કે ફિલ્મનું ટીઝર 2 દિવસ પછી રીલિઝ થવાનું છે.
સંજય દત્ત આ ફિલ્મમાં ‘અધિરા’નો રોલ કરી રહ્યો છે. સંજય દત્તે પોતાનું પોસ્ટર રીલિઝ કરતા લખ્યુ હતું કે, ‘તમારી વચ્ચે હાજર છે ‘અધીરા’ અને ફિલ્મનું ટીઝર બે દિવસ પછી એટલે કે 8 જાન્યુઆરીના રોજ સવારે 10.18 કલાકે આવવાનું છે.’ ફિલ્મના પોસ્ટરમાં સંજય દત્તે મેટલની તલવાર પકડેલી છે. આ ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત રવિના ટંડન, યશ, પ્રકાશ રાજ અને શ્રીનિધિ શેટ્ટી લીડ રોલમાં જોવા મળશે.
‘KGF: ચેપ્ટર 2’ આ ડિરેક્ટરની આ ત્રીજી ફિલ્મ હશે. પ્રશાંત નીલે ઈન્ડસ્ટ્રીમાં કરિયરની શરુઆત કરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમણે ‘Ugramm’ જેવી સુપરહિટ ફિલ્મ આપી છે. આ ફિલ્મથી તેમણે પોતાની ફિલ્મ મુસાફરી ચાલુ તો કરી જ ઉપરાંત એક્ટર શ્રીમુરલીના કરિયરને પણ આગળ ધપાવવામાં ખૂબ જ મદદ કરી હતી. આ ફિલ્મે જ સાબિત કરી બતાવ્યુ હતું કે ડિરેક્ટર પ્રશાંત લાંબી રેસના ઘોડા છે.
આ ફિલ્મની એક નાનકડી ઝલક આવતીકાલે રીલિઝ થઈ રહી છે. ઓનલાઈન પ્લેટફોર્મ યુટ્યુબ પરથી આ ઝલક જોઈ શકાશે. રોકીભાઈનો દમદાર અભિનય અને એક નવી થીમ સાથે એક્શન, ઈમોશન અને એન્ડલેસ સિક્વન્સથી ભરપૂર ફિલ્મ ટૂંક જ સમયમાં આપના સુધી પહોંચશે. રોકી ભાઈ નવા વર્ષમાં આવવા માટે તૈયાર છે, બહુ રાહ જોઈ રહ્યું હતું ‘KGF Part -2’ નું ટીઝર 8 જાન્યુઆરીએ https://www.youtube.com/hombalefilms પર જોઈ શકાશે.
ભારત અને વિદેશમાં દર્શકોને આકર્ષિત કરનારી સેન્ડલવુડ મુવી ‘KGF Part -1’ ની સિક્વલ ‘KGF Part -2’ની એક ઝલક જોવા મળશે. આ ફિલ્મે દર્શકોમાં ઉત્સુકતા જગાવી છે. ‘KGF Part -1’ જે 21 ડિસેમ્બર 2018 ના રોજ રીલિઝ કરવામાં આવી હતી, જેમાં રોકિંગ સ્ટાર યશે પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત અને હોમ્બેલ ફિલ્મ્સના વિજય કિરાગંધુરુ દ્વારા નિર્દેશિત આગેવાનની ભૂમિકા ભજવી હતી. તેમજ વિદેશી દેશોમાં પણ નવી તરંગો પેદા કરી હતી.