Mysamachar.in-ગાંધીનગર
ગુજરાતમાં તાઉતે વાવાઝોડા અંતિમ તૈયારી સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં SEOC, ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠક શરૂ યોજાઈ હતી જેમાં રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર્સ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ, સનદી અધિકારી રાજકુમાર બેનિવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત છે.અત્રે ઉલ્લેખનીય છે કે અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું “તૌક્તે” જે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે. તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે.
આ વાવાઝોડું મુંબઈની પશ્ચિમે 150 કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે 260 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે. એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે તા.17 મૅ, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે. મુખ્યમંત્રી મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે હવામાન વિભાગની આગાહી સ્પષ્ટ છે સાંજે સાત વાગ્યા પછી વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે.
તમામ સંભાવનાને ધ્યાનમાં રાખીને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને મોટાભાગના લોકોનું સ્થળાંતર થઇ ચુક્યું છે, વરસાદ કે ભારે પવનને કારણે મુશ્કેલી થાય તો અંદર પણ કાચા મકાન અને નદીકિનારે તેમનું પણ સ્થળાંતર કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.સવા લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.ઓક્સિજન અને હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તો સગર્ભા બહેનોની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વીજ પુરવઠો અને પાણી પુરવઠો માટે ટીમો કાર્યરત છે, રસ્તાઓ ક્લિયર કરવા માટે ફોરેસ્ટ અને માર્ગ-મકાનની ટીમો તૈયાર છે,
સાથે જ મુખ્યમંત્રીએ પ્રજાને વિનંતી કરી છે કે દરિયાઈ પટ્ટી પરના વિસ્તારના લોકો ઘરની બહારના નીકળે, કાચા મકાનમાં હોય તે સ્થળાંતર કરી દેઆ વાવાઝોડામાં પવનની માત્રા વ્યાપક છે એટલા માટે કોઈપણ જાતનું જોખમ ન લેવું.સરકાર બધી રીતે સજ્જ છે જે કાંઈ સ્થિતિ બનશે બધા જ પ્રયત્નો કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ પણ ચોવીસ કલાક ચાલુ છે. અધિકારીઓ પણ ચોવીસ કલાક કામગીરી કરી રહ્યા છે.સમાજસેવી સંસ્થાઓથી માંડીને બધા આગેવાનો સહિત નાના ગામમાં કલેક્ટરોને સહાય કરવાની વિનંતી છે. વધુમાં વીજવિક્ષેપ ના થાય અને વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે માટે 661 કંપનીના વીજ કંપનીના કર્મચારીઓની ગોઠવવામાં આવી છે.
આ વખતે વિશિષ્ટ સંજોગો પેદા થયા છે એક તરફ કોરોનાની મહામારી છે અને બીજી તરફ વાવાઝોડું સ્થિતિ ઊભી થવાની છે. દરરોજ જિલ્લામાં 1000 ઓક્સિજનનની જગ્યા છે તેની સામે તેની સામે 1700 ટન ઓક્સિજન મોકલવામાં આવ્યો છે. દીવ અને પોરબંદરની વચ્ચેથી આવશે અને મહુવામાં ટકરાશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે, તેમાં ફેરફાર પણ થઈ શકે છે, મહુવા ઉપર કેન્દ્રિત થઇ શકશે તેવી શક્યતા છે. જો જરૂર પડે તો સ્થિતિને પહોચી વળવા માટે આર્મી એરફોર્સ અને નેવી સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના આપવામાં આવી છે. વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે રાત્રે 08:00 થી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમમાં બેસશે અને રાજ્યની સ્થિતિનું મોનીટરીંગ ત્યાંથી તેવો કરશે તેમ પણ જાણવા મળે છે.