Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાની સામાન્ય જનતાને જી.જી.હોસ્પિટલ જામનગરને ફાળવાયેલ ICU એમ્બ્યુલન્સનો લાભ ના મળતો હોય તે શરૂ કરાવવા માટે ઉચ્ચ ક્ક્ષાએ ઘણા પત્રો તેમજ RTI દ્વારા અમુક માહિતીઓ પણ સામાજીક કાર્યકર નિમેશ સીમરીયા દ્વારા મેળવવામાં આવી હતી.છતાં પણ,આ સુવિધા શરુ કરવામાં આવી ના હોવાથી આ બાબતે મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમા રજૂઆત માટેની અરજી કરાઇ છે,
જી.જી.હોસ્પિટલના સતાધીશો દ્વારા એમ્બ્યુલન્સ બાબતે વર્તમાનપત્રોમાં વિરોધીભાસી નિવેદનો આપવામાં આવે છે.જેમાં એક વખત સ્ટાફ ન હોય જાહેર જનતાને આ સુવિધા અપાતી નથી એવું નિવેદન અપાયેલ અને તેનાથી વિરોધી નિવેદન કરાતા એક વખત એવું નિવેદન અપાયેલ છે કે આ સુવિધા જાહેર જનતાને અપાય છે,આ જ બાબતની RTI કરતાં ICU એમ્બ્યુલન્સનો લાભ અત્યાર સુધીમાં માત્ર ૫ દર્દીઓને અપાયાનું જણાવાયેલ તેમજ ત્યારે સાથે રહેલ સ્ટાફ બાબતની વિગત માંગતા માહિતી શૂન્ય હોવાનું જણાવાયેલ તો શું માત્ર ICU એમ્બ્યુલન્સ ડ્રાઇવર જ ઉપરોક્ત ૫ દર્દીઓને પિક-અપ કરવા ગયેલ હતા?
જી.જી.હોસ્પિટલના સતાધીશો દ્વારા આ બાબતે અનેક RTIની અરજીઓના જવાબમાં પણ અસ્પષ્ટ તેમજ સાચી માહિતી અપાતી નથી અને ગેરમાર્ગે દોરવામાં આવે છે તેમજ માહિતી અધિકારના કાયદાનો ભંગ કરવામાં આવે છે.આ સુવિધા જાહેર જનતાને નિયમોનુસાર ન આપવા બાબતે લગત દોષિત જાહેર સેવકો પર નિયમોનુસારની શિક્ષાત્મક કાર્યવાહી કરાવવા તેમજ તાત્કાલિક જાહેર જનતાને આ સુવિધાનો લાભ આપવા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ મા આ પ્રશ્ન ઉપસ્થિત કરવા કલેક્ટર ને અરજી કરવામાં આવી છે,
ICU ઓન વ્હીલ્સ એંબ્યુલન્સની જરૂરિયાત દર્દીને છે કે કેમ તે નક્કી જે-તે વિભાગ ના મુખ્ય ડોક્ટરો દ્વારા કરવામાં આવે છે અને વધુ સારવાર માટે દર્દીને જામનગર બહાર ખસેડવાની જરૂરિયાત હોય ત્યારે આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે તેવું હોસ્પીટલના સૂત્રો જણાવે છે.