mysamachar.in-ગાંધીનગર
અમદાવાદ સહિત ગુજરાતનાં અનેક લોકો સાથે છેતરપિંડી આચારીને ૨૬૦ કરોડનું કૌભાંડ કરીને શાહ દંપતિ નાશી જતાં જેને રોકાણ કર્યું હતું તે લોકોને તો રોવાનો વારો આવ્યો છે બીજી તરફ રાજય સરકારના મંત્રીના નામે છેતરપિંડી આચરનાર સામે ફરિયાદ થયા બાદ ગણતરીની કલાકોમાં પોલીસએ સતર્કતા દાખવીને ચીટર શખ્સ ને ઝડપી લીધો છે ત્યારે પોલીસ દ્વારા સામાન્ય પ્રજા સાથે લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર સામે પણ સતર્કતા દાખવીને દાખલો બેસાડવો જોઈએ..
રાજય સરકારના રાજય કક્ષાના મંત્રી વાસણભાઇ આહીરના નામે ટ્ર કોલરમાં વાસણભાઈ નામ દેખાય તે રીતે નામ સેટ કરીને મંત્રીના નામે બેંગ્લોર, મુંબઇ સહિત વિવિધ શહેરોમાં ફોન કરીને પાંચેક લોકો સાથે ૬ લાખ રૂપિયા પડાવી લઈને છેતરપિંડી આચરવામાં આવતા ગઈ કાલે મંત્રી વાસણભાઈના સેક્ર્ટરી વિનોદ જોશીએ ફરિયાદ નોધાવી હતી
આ બનાવની ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવીને રાજપીપળાના રાજપાડી ગામના ભેજાબાજ ઠગ રધુવેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો બલવંતસિંહ ચૌહાણને ઝડપી લીધો છે અગાઉ આ શખ્સએ નકલી આર્મી ઓફિસર બનીને ચીટીંગના ગુન્હા કરેલા છે તેમજ મોરબીમાં પણ ઉધોગપતિ નામે રૂપિયા પડાવ્યાના કિસ્સામાં જેલવાસ ભોગવી ચુક્યો છે.
આમ ચીટર એવા રધુવેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો બલવંતસિંહ ચૌહાણનના આ કાળા કામોથી રાજય સરકારના મંત્રી વાસણભાઈ આહીર પરેશાન થઈ ગયા હતા અને મંત્રીના નજીકના સંબધીઓને હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક રૂપિયાના જરૂર હોય તેમ ફોન કરીને છેતરપિંડી આચરતો હતો..તેવામાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ આ ચીટરને ઝડપી લેતા મંત્રીને હાશકારો થયો છે.