Mysamachar.in-અમદાવાદ:
ગતરાત્રીના અમદાવાદમાં જોવા જેવી થઇ..અને જોતજોતામાં આ વાત શહેરમાં પ્રસરી જતા લોકો એટીએમ સેન્ટર ખાતે એકઠા થવા લાગ્યા હતા, વાત એવી હતી કે એક વ્યક્તિએ એટીએમમાં 500 રૂપિયા ઉપાડવા માટે બટન દબાવ્યું, તો ડબલ રૂપિયા બહાર નીકળવા લાગ્યાં. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં દરવાજા પાસે આવેલ એક્સિસ બેન્કના એટીએમમાંથી ડબલ પૈસા નીકળતા હોવાની વાતને લઈને એટીએમ બહાર લોકોની ભીડ ગણતરીની મીનીટોમાં જામવા લાગી હતી, અનેક લોકોએ એટીએમ સેન્ટરમાં ટ્રાન્જેક્શન કરી ડબલ પૈસા ઉપાડયા હોવાની વાત વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગઇ હતી. જેની જાણકારી પોલીસને મળતા તાત્કાલિક પોલીસ કર્મીઓ એટીએમ સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોના મત અનુસાર એક્સિસ બેંકના આ એટીએમમાંથી 500 રૂપિયા ઉપાડતા 1000 રૂપિયા નીકળતા હતા. જે લોકો એટીએમ સેન્ટર પર હતા તેનું કહેવું છે કે આ એટીએમ પર કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ ન હતો. હજુ સુધી બેંકની પ્રતિક્રિયા સામે આવી નથી.