Mysamachar.in-જામનગર:
નવા વર્ષના પ્રથમ દિવસે જ હાલારમાં સામૂહિક આપઘાતનો કરૂણ બનાવ સામે આવ્યો હોય તેમ જામનગર કિસાનચોક વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના આજે સામે આવી છે,જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી જવા પામી છે,મળતી વિગત મુજબ એક જ પરિવારના પાંચ સભ્યોમાં પતિ-પત્ની, બે બાળકો અને માતા હોવાનું સામે આવી રહ્યું છે.દરમ્યાન પોલીસ ઘટના સ્થળે તાબડતોબ દોડી જઈને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે,જામનગરમાં આજે બનેલા આ સામૂહિક આપઘાતના બનાવથી હાલાર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે.