mysamachar.in-રાજકોટ:
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા એવા રાજકોટ શહેરમાં મહિલાઓ સાથે વધી રહેલ શારીરીક શોષણના બનાવો એક પછી એક સામે આવતા ચારે તરફથી ટીકા થઈ રહી છે, ત્યારે તાજેતરમાં જ રાજકોટના જીમ સંચાલક વિરુદ્ધ દુષ્કર્મની ઘટનાના પડઘા સમ્યા નથી,તેવામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો વધુ એક મામલો સામે આવતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સાથે હાહાકાર મચી ગયો છે,
રાજકોટ રહેતા એક પરિવારની સગીરાએ પોલીસમાં ચોંકાવનારી ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે કોઠારીયા ગામે રહેતો રાજદીપ અમારા ઘર પાસે અવાર-નવાર આટા ફેરા કરતો હતો જેથી તેની સાથે ઓળખાણ થઈ હતી અને તેણે પોતાનો મોબાઈલ નંબર આપતા તેને સાથે ફોનમાં વાતચીત કરી હતી અને ઓળખાણ થઈ હતી,
ત્યારબાદ લગ્ન કરવાની લાલચ આપી ભાગી જવાનું કહ્યું હતુ અને બાઈકમાં બેસાડને લગ્ન કરવાની લાલચ આપી મવડી ચોકડી નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં એક ઘરમા લઈ ગયો હતો ત્યા તેના બે મિત્રો પણ હતા,ચિરાગ દેપાણી અને હસમુખ કાછડીયા.જેને એક પછી એક ત્રણેય લોકો એ મારા પર દુષ્કરમ આચર્યુ હતુ,
સગીરાની ફરીયાદ બાદ પોલીસે તુરત હરકતમાં આવીને ત્રણેય નરાધમ શખ્સોને ઝડપી લીધા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે રાજકોટમાં બનેલ સામુહિક દુષ્કર્મના બનાવથી હાહાકાર મચી ગયો છે.