Mysamachar.in:જામનગર
જામનગર શહેરમાં પોલીસ દાદાની ધાક ઓસરી ગઈ છે, હા કારણ કે જેને ગુન્હો કરવો છે તે હવે ગેમ તેમ ગુન્હો આચરે છે અને બિન્દાસ પણે ગુન્હા આચરે છે, ગતરાત્રીના વધુ એક આવી જ ઘટના જામનગર શહેરના કોમલનગર વિસ્તારમાં સામે આવી…આ ઘટનાના વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા છે જે બાદ આજે સવારે સી ડીવીઝન પોલીસ મથકેથી આ ઘટના અંગે જાહેર થયેલ ફરિયાદ એવું કહે છે કે….
જામનગર શહેરના કોમલનગર મેઇન રોડ પર પોતાના પિતાના ઘરે હાલ રહેતા વનીતાબેન મયુરભાઇ પ્રેમજીભાઇ ચાવડા કે તેણીને તેના પતિ મયુર સાથે અણબનાવ થયેલ હોય જેથી તેના પિતાના ઘરે પિયરમા રહેવા આવેલ હોય જેથી તેણીનો પતિ ચાવડા રાત્રે આવીને દિકરી ધાર્મી ઉ.વ. દોઢ વર્ષ વાળીને લઈ જવા આવતા ફરિયાદી વનીતાબેને પોતાની પુત્રી ધાર્મીને લઈ જવાની ના પાડતા વનીતાબેનના પતિને ખોટુ લાગતા આરોપીઓ મયુરભાઇ પ્રેમજીભાઇ ચાવડા, ભાવેશ પ્રેમભાઇ ચાવડા, ભાવેશભાઇ દેવદાન ગઢવી, સાગર આલાભાઇ ગઢવી, અજય લક્ષ્મણભાઇ મકવાણા, નવીન રામજીભાઇ મોભેરા, કાયો ગઢવી, ધનરાજ ગઢવી, હિતેષ ગઢવી, મેહુલ શીંગરખીયા રહે.બધા જામનગરવાળાએ સાથે ગેર કાયદેસર મંડળી રચી સમાન ઉદેશથી લાકડી અને લોખંડના પાઇપો અને ધોકા સાથે ફરિયાદી વનીતાબેનના પિતાના ઘરે આવી ગાળો આપી છુટા પથ્થરોના ઘા કરી અન્ય પીયુશને પથ્થરથી ઇજા કરી તેમજ ઘરની બહાર રાખેલ એક્ટિવા ઉપર લાકડી તથા પાઇપથી તોડફોડ કરી નુકશાન કરી રીતસરની ધમાલ મચાવવા અંગેની ફરિયાદ સી ડીવીઝન પોલીસમાં જાહેર થઇ છે.