Mysamachar.in-ભાવનગર
આજના સમયમાં કેટલાય ઘરોમાં ઘરકંકાસના કિસ્સાઓ સામે આવતા હોય છે, પણ તેમાં હત્યા સુધીની વાત પતિ પત્ની વચ્ચે આવી જાય તે બાબત ખુબ ગંભીર કહી શકાય, રૂવાળા ઉભા કરી દે તેવી એક ઘટના સામે આવી છે, ભાવનગરના પાલિતાણામાં ઘરકંકાસના કારણે પતિએ પોતાની પત્નીની હત્યા કરી પાલિતાણા નજીક આવેલા રોહીશાળા ગામની સીમમાં કે ડેમમાં મૃતદેહ ફેંકવા માટે એક્ટિવાના આગળના ભાગે મૃતદેહ રાખી જઈ રહ્યો હતો. ત્યારે એક્ટિવામાંથી પગ નીચે ઢસડાતા જોઈને શંકા જતાં ગ્રામજનોએ તેને અટકવાનો પ્રયાસ કરતા તેણે એક્ટિવા ભગાવી મુક્યું હતું. બાદમાં ગ્રામજનોએ તેનો પીછો કરી રોહીશાળા ગામની સીમમાં ઝડપી લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પાલિતાણાના સિંધી કેમ્પમાં રહેતાં અમિત મથુરદાસ હેમનાણી અને તેમના પત્ની નયનાબેન વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો. આથી અમિતે તેમની પત્ની નયનાબેનની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો નયનાબેનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ તપાસ બાદ હત્યા કંઈ રીતે કરવામાં આવી તે જાણી શકાશે પોલીસે હાલ તો આ મામલે વિશેષ તપાસ કરી રહી છે.