Mysamachar.in-ગાંધીનગર:
આપણે ત્યાં ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમા એકતો અપૂરતો અને અનિયમિત વરસાદને ઉપરથી પાણીનો બગાડ…પાણીનો બગાડ કરવામાં કેટલાક લોકો તો પાછુવળીને જોતા જ નથી,ને આડેધડ પાણીનો બગાડ કરે છે,અને અંતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે,ત્યારે પાણીનો વધુ ઉપાડ-બગાડ અટકાવવા સરકારે મોટો નિર્ણય લીધો છે,ગુજરાતમાં ઘર વપરાશ પાણી પુરવઠા સંરક્ષણ વિધેયક વિધાનસભાના વર્તમાનસત્રમાં જ લાવવામાં આવશે,જેમા વિતરણ વ્યવસ્થાને નુકસાન કરનારને ૨ વર્ષની કેદની જોગવાઈ પણ કરવામાં આવશે.પાણી બગાડ કરનારને એક લાખના દંડની જોગવાઈ પણ હશે. અને હેતુ ફેર પાણી ઉપયોગ કરનારને ૨૦ હજારનો દંડ, ગેરકાયદે જોડાણ લેનારને ૩ હજારથી માંડીને ૨૦ હજારનો દંડ, બલ્ક પાઈપ લાઈનમાં જોડણ લેનારને ૫ હજારથી ૧ લાખ લાખ સુધીના દંડની જોગવાઇ હશે. ગેરકાયદે જોડાણ લેનારને ૩ વર્ષ થી ૫ વર્ષ સુધીની સજા હશે. આ બિલ વર્તમાન સત્રના છેલ્લા દિવસમાં ગૃહમાં રજૂ થશે. આ સાથે જ રાજ્યમાં વોટર એપેલેટ ઓથોરિટીની રચના પણ આ બીલની સાથે જ કરવામાં આવશે તેમ જાણવા મળે છે,
પાણી વિતરણ વ્યવસ્થામાં કોઈ પ્રતિબંધિત કૃત્ય કરવામાં આવે છે કે કેમ એ ચકાસવા કોઈ પણ સ્થળે દાખલ થવાની એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો દરોડો પાડવાની સત્તા સત્તાધિકારીને આપવામાં આવી છે.ઝડતી લઇ સબંધિત સાધનો, ઉપકરણો જપ્ત કરવાની પણ સત્તા અપાઈ છે. ગેરકાયદે કૃત્ય બદલ અધિકૃત અધિકારી કોઈ પણ નોટિસ આપ્યા વગર તુરંત પાણી પુરવઠાનું જોડાણ કાપી નાખી શકે છે. પાણી પુરવઠા વ્યવસ્થામાં નુકસાન સંદર્ભે અધિકારી પુરાવા સાથે અહેવાલ તૈયાર કરશે. સત્તામંડળને થયેલા નુકસાન અથવા ખોટની આકારણી કરી વસુલાત કરાશે. અનધિકૃત પાણીનો જથ્થો ઉપાડ્યો હોય એવા સંજોગોમાં વિવિધ પરિબળો આધારે કિંમત નક્કી કરી દોષિતો પાસેથી વસુલાત આકારવામાં આવશે આમ ચાલી રહેલા આ સત્રમા સરકાર એક મોટા કદમ તરફ આગળ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે.