Mysamachar.in-રાજકોટ:
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં રાજાશાહીના નવલખી પેલેસમાં ૧૦.૩૪ લાખની થયેલ ચોરીનો બનાવ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તસ્કરોને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરીને ચાર શખ્સોને ચોરીમાં ગયેલ મુદામાલ વેરાવળ વેચવા જતા હોય તે દરમ્યાન ગોંડલ તાલુકાના નેશનલ હાઇવે રોડ, ગોમટા ચોકડી પાસેથી ઝડપી લઈને આ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે
ગોંડલના નવલખી પેલેસમાં ચોરી કરનાર જીતુ ધ્રાંગધરીયા, અનીલ તાજપરીયા,સંજયભાઇ દેવીપુજક,નરેન્દ્રભાઇ પરમાર શખ્સોને ચોરી કરેલ ત્રણ ચાંદીની ઇંટો જેનો વજન ૨૯ કિલોગ્રામ કિ. રૂપીયા ૧૦,૧૫,૦૦૦, એક પીળી ધાતુ ઇંટ જેનો વજન કિ.ગ્રામ- કિ.રૂ.૧,૦૦૦, પંચ ધાતુથી બનેલ માતાજીનું ચીત્ર કિ.રૂ. ૭,૦૦૦,એક તલવાર કિ.રૂ. ૨,૦૦૦, એક જુનવાણી કુંડું કિ.રૂ.૧,૦૦૦ વગેરે મળીને મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને આ ચોરીમાં નાસી ગયેલ દિનેશ સોલંકી ફરાર હોય જેની શોધખોળ હાથ ધરી છે,તસ્કરોની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આરોપીઓ ગુજરાત રાજયમાં આવેલ રાજવીઓના પેલેસમાં પેલેસ જોવાના બહાના હેઠળ રેકી કરતા અને ત્યારબાદ એન્ટીક કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરતા હોવાનું પણ સામે આવ્યું છે,
આ ગુન્હાનો ભેદ ઉકેલવાની કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડા તથા પો.સબ ઇન્સ. એચ.એ.જાડેજા તથા એ.એસ.આઇ. પ્રભાતભાઇ રાયધનભાઇ બાલાસરા તથા પો.હેડ કોન્સ. મહિપાલસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજા, અનીલભાઇ રવજીભાઇ ગુજરાતી, રવિદેવભાઇ વાજસુરભાઇ બારડ, તેજસભાઇ વિગેરે સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે॰
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.