Mysamachar.in:જામનગર:
જામનગર એલસીબીની ટીમને વધુ એક સફળતા મળી છે,કનસુમરા ગામના પાટિયા નજીક એક કારમાં બેઠેલા શખ્સો ઘાતક હથિયારો સાથે હોવાની અને તે કોઈ ઘાડ પાડવાની તૈયારીમાં હોવાની માહિતી પરથી એલસીબીએ સ્થળ પર પહોચી જઈ અને ત્યાંથી નામચીન શખ્સ અનિલ મેર સહીત ૮ શખ્સોને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યા છે.ઝડપાયેલ શખ્સોમાનો અનિલ મેર મુખ્ય સુત્રધાર હોવાની સાથે હત્યા,હત્યાની કોશિશ,લુંટ,ચોરી,બળાત્કાર,ગેરકાયદેસર હથિયારો રાખવા સહિતના ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલો છે.