Mysamachar.in: જામનગર
શ્રાવણ માસમાં જુગારની મોસમ બરોબરની જામી રહી છે ત્યારે પોલીસે પણ જુગારીઓ પર તવાઈ બોલાવવાની શરુઆત કરી દીધી છે તેવામાં ગતરોજ જામનગર સ્થાનિક ગુન્હાશોધક શાખાને માહિતી મળી કે લાલપુર બાયપાસ નજીક આવેલ પ્રણામી ટાઈલ્સની ઓફિસમાં કેટલાક ઈસમો ભેગા મળીને જુગાર રમે છે જ્યાં રેડ કરીને પોલીસે સાત ઇસમોને ઝડપી પાડી તેની પાસેથી રોકડ 1,12,500, મોબાઇલ ફોન નંગ-7 કિ.રૂ 60,000, મો.સા.-3 કિ.રૂ. 50,000 ફોરવ્હીલ કાર કિ.રૂ. 2,00,000 મળી કુલ રૂ. 4,22,500 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કોણ કોણ ઝડપાયું અહીંથી જુગાર રમતા આ નામો…
-નિલેશ પરસોતમભાઇ તાળા ધંધો વેપાર રહે. પ્રણામી ટાઇલ્સ, લાલપુર બાય પાસ પાસે, જામનગર મુળ- નાનાથાવરીયા
-નિમેશ કિશોરભાઇ અકબરી ધંધો વેપાર રહે. મયુરબાગ શેરી નંબર-૬, રણજીતસાગર રોડ, જામનગર
-કેવીન જીતેશભાઇ સંધાણી ધંધો વેપાર રહે. ગોકુલદર્શન, પટેલપાર્કની પાછળ, રણજીત સાગર રોડ જામનગર મુળ- વીરપુર તા.જામજોધપુર
-રૂમીત કિશોરભાઇ સાવલીયા ધંધો વેપાર રહે. રાજપેલેસ એપાર્ટમેન્ટ, ફલેટ નંબર ૨૦૩, જોલીબંગલા પાસે,
-નિલેશ રમેશભાઇ ડાંગરીયા ધંધો કેટરસનો રહે. ગોકુલદર્શન સોસાયટી, રણજીતસાગર રોડ
-કેવીલ દિનેશભાઇ ભંડેરી ધંધો વેપાર રહે. જયોતીપાર્ક, શીવધારા-૨, શેરી નંબર-૩, લાલપુર બાયપાસ પાસે,
-વિપુલ ઉર્ફે પાચો વલ્લભભાઇ સંધાણી પટેલ ધંધો વેપાર રહે. લાલપુર બાયપાસ પાસે, જયહરી સોસાયટી, શાંતી હોટલની પાછળ