Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 101.08 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 158.73 ટકા અને સૌરાષ્ટ્રમાં 119.68 ટકા વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં 95.52 ટકા અને મધ્ય ગુજરાતમાં 96.11 ટકા વરસાદ પડ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 88.31 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો 100 ટકા વરસાદ પૂર્ણ થઈ ગયો છે. હવે જે આવશે તો વધારાનો વરસાદ હશે. રાજ્યમાં આજ સવાર સુધી 101.8 ટકા વરસાદ પડ્યો છે.
છેલ્લા 30 વર્ષથી રાજ્યનો સરેરાશ વરસાદ 34.52 ઇંચ વરસાદ પડે છે. આ વર્ષે સરેરાશ 35 ઇંચ વરસાદ વરસી ગયો છે. જેમાં કચ્છમાં સરેરાશ 18 ઇંચ સામે આ વર્ષે 29 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 28 ઇંચ વરસાદ સામે આ વર્ષે 34 ઇંચ વરસાદ વરસ્યો છે. પૂર્વ ગુજરાતમાં સરેરાશ 32 ઇંચ વરસાદ સામે આ વર્ષે 31 ઇંચ વરસાદ સાથે થોડી ઘટ છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 29 ઇંચ વરસાદ સામે આ વર્ષે 27 ઇંચ વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 59 ઇંચ વરસાદ સામે આ વર્ષે 52 ઇંચ વરસાદ જ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ઇંચ વરસાદમાં 7 ઇંચ, ઉત્તર ગૂજમાં 2 ઇંચ અને પૂર્વમાં એક ઇંચ વરસાદની હજી પણ ઘટ છે.