Mysamachar.in-જામનગર:
રાજયમાં બાળકોથી માંડીને યુવતીઑ તેમજ વડીલોના ગુમ થવાના વધતા બનાવો સામે સરકાર ચિંતિત છે,ત્યારે આવા કિસ્સામાં ગુમ થનારને શોધી કાઢવા માટે ગૃહ વિભાગને આદેશો પણ કરવામાં આવ્યા છે,ત્યારે જામનગરમાં એક વડીલ વોકીંગ કરવા ગયા બાદ છેલ્લા ૭ દિવસથી લાપતા બની જતા પરિવારમાં ચિંતા જન્મી છે અને આ અંગે પોલીસમાં ગુમ થયાની જાહેરાત કરવામાં આવી છે,
જામનગર શરૂ સેકશન રોડ પર શ્રી એપાર્ટમેન્ટમાં રહેતી મોસમીબેન અમીતવાભાઈ હાજરાના પિતા સોમુનાથ વેદનાથ કોનાર ઉ.વ.૭૮ના ગત તા.૧૬/૦૧/૧૯ ના રોજ ઘરેથી વહેલી સવારે વોકીંગ કરવા ગયા બાદ આજ દિવસ સુધી પરત ન ફરતા પરિવારમાં ચિંતા જન્મી છે,
પિતાના ગુમ થવા અંગે અંતે પુત્રી મોસમીબેનએ જામનગર સીટી-બી પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. ગુમ થનાર વડીલ સોમુનાથ બંગાળી તથા હિન્દી ભાષા લખતા-વાંચતા આવડે છે. ગ્રે કલરનું જેકેટ તથા વ્હાઇટ કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. ત્યારે આ વ્યક્તિ જોવા મળે તો નજીકના પોલીસમથકે જાણ કરવા જણાવ્યુ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.