Mysamachar.in-જામનગર:
હાલાર માટે આમ તો વાવાઝોડાની વિનાશકતા એ કંઇ નવી બાબત તો નથી જ પરંતુ વાવાઝોડુ નુકસાન ખુબ કરે માટે ડર સહેજે રહે અને એલર્ટ પણ સૌ એ રહેવાનુ છે,કેમ કે ચાર દાયકા પૂર્વે અને બે દાયકા પૂર્વે તોફાનથી થયેલી નુકસાની એ થરથરાવીને લાચાર કરી મુક્યા હતા,
હાલની સ્થિતિ એ હાલારના લોકો વાગોળે છે ૧૯૭૪ નુ વાવાઝોડુ અને ૧૯૯૮ નુ વાવાઝોડુ કેમકે આ બંને વાવાઝોડા વિનાશક હતા,એક તો અગાઉથી ખાસ કંઇ એલર્ટ કરી શકાય તેવા આધુનિક સાધન અને સંશોધન ન હતા સંદેશા વ્યવહારની સુવિધા પાંગળી હતી,તે તો છેક ૧૯૯૮મા પણ પાંગળી જ હતી,
૧૯૭૪ના ઓક્ટોબરના વાવાઝોડાની તીવ્રતા કેવી હશે કે અમુક રેલવે પાટા ઉખડી અને વળી ગયા હતા તો જામનગર થી ઓખા તરફ જતી ટ્રેન જે લાખાબાવળ ઉભી હતી તે પવન થી હચમચી બાજુના ટ્રેક.પરની માલગાડીના ટેકે નમેલી હતી,તે ઉપરાંત અનેક.મકાન દુકાન ઝાડ થાભલા પતરા વગેરેના સોથ વળેલા અને સાથે વધારે વરસાદ હતો,માટે પાણી પણ ભરાયેલા આવુ તો ઘણુ વિનાશક લોકો વાગોળે છે,
તો વળી ૧૯૯૮ મા પણ વાવાઝોડા બાદ લાઇટ,પાણી,વાહન વ્યવહાર,સંદેશાવ્યવહાર અને જનજીવન એકાદ મહિને માંડ-માંડ થાળે પડેલુ તે વખતે કલેક્ટર કચેરી મોડી રાત સુધી ધમધમતી રહેતી તેમજ આવી તો અનેક બાબતો લોકોને તાજી છે,
નુકસાનીમાંથી શીખવુ શાણપણ ગણાય
૯૮ના વર્ષમા જુનમાસના વાવાઝોડાથી એક કરોડથી વધુ નળીયા હા…એક કરોડથી વધુ અને ૬૦૦૦૦ થી વધુ થાભલા ઉડેલા….!તેના ઉપરથી તેની વ્યાપકતાનો અંદાજ આવે છે,પરંતુ ખાસ વાત તો એ છે કે અત્યારે બિન જરૂરીપરિવહન અટકાવવુ, ડીઝલ જનરેટર સેટવધુ વસાવી લેવા,પુલીયા નાલા તરફના અને ખુલ્લા વિસ્તાર અને દરિયા વિસ્તારની દરેક આવન જાવન ૪૮ કલાક બંધ જ કરાવવી,બિન જરૂરી દુરના હરવા ફરવાના સ્થળે ન જવુ, મહાકાય વૃક્ષોથી દુર રહેવુ,થાંભલાઓથી દુર રહેવુ,જે કંઇ ટુટે કે પડે કે ઉડે તેવુ હોય તે દૂર કરી.લેવુ ખાસ તો અગાસીઓમાથી ટાંકાઓના પતરાના ઢાંકણા અને બોર્ડ કે હોર્ડીંગ્સ ઉડી ઉડીને ક્યાય પડ્યાના અનેક દાખલા વાવાઝોડા જ નહીપરંતુ પવન સાથે વરસાદમા પણ નોંધાયા છે,આવી તો અનેક તકેદારી લોકોએ હજુ હાલ ૪૮ કલાક ગભરાટ વગર સ્વસ્થ રહી સાવચેત રહી રાખવી પડશે,અને દવા,પાણી,ખોરાકની ચીજ વસ્તુ પુરતી ઘરમા રાખવી જોઇએ કેમ કે વાવાઝોડુ આવે કે ન આવે ભારે પવન સાથે વરસાદ આવે ન પણ આવે પણ તકેદારી અને આગોતરી તૈયારીથી ચિંતા મુક્ત રહી શકાય તેમ તંત્ર અને અનુભવીઓનુ તારણ છે.