mysamachar.in-જામનગર:
વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તા એ ગઈકાલે રાજકોટમાં સૌરાષ્ટ્રના તમામ સાંસદો સાથે બેઠક યોજ્યા બાદ આજે તેવોએ જામનગર અને દેવભૂમિદ્વારકા ના બધા જ સ્ટેશનોની મુલાકાત લીધી હતી,આજે સાંજે જયારે જનરલ મેનેજર ગુપ્તા જામનગર ના ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે આવી પહોચ્યા ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના રેલ્વે સહીતના પ્રશ્નોના નિરાકરણ માટે સતત સક્રિય રહેતા સાંસદ પુનમબેન માડમએ પણ બને જીલ્લાના તમામ મહત્વના પ્રશ્નો અંગે જી.એમ ને વાફેક કરી અને બને જીલ્લાના લોકોને રેલ્વેને લગતી સુવિધાઓમાં કોઈ કચાસ ના રહે તેવી તાકીદ પણ કરી હતી,અને જરૂરી સુચનો પણ કર્યા હતા,
જી.એમ ગુપ્તાએ જણાવ્યું હતું કે જામનગર નજીક રેલ્વેની મોટી પડતર જમીન પડી છે તેમાં આગામી દિવસોમાં પ્લાન તૈયાર કરી અને મેઈન્ટેનન્સ સુવિધા ઉભી કરવામાં આવશે,જેને કારણે હાપા રોકાઈ જતી ગાડીઓને પણ જામનગર સુધી ના સ્ટોપ મળશે અને નવી ગાડીઓ પણ જામનગર ને ફાળવી શકશે,
તો સાંસદ પુનમબેન માડમ એ પણ અધિકારીઓ સાથે રેલ્વે ના પ્રશ્નોની ઊંડાણપૂર્વક ની ચર્ચા કર્યા બાદ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે રેલવેની જમીન જે વર્ષોથી પડતર છે તેનો ઉપયોગ થવાથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના લોકોને રેલ્વેની સુવિધાઓમાં વધારો થશે ઉપરાંત દ્વારકા સ્ટેશન ખાતે અત્યાધુનિક વેઇટિંગરૂમ ઉપરાંત દ્વારકા રેલ્વે સ્ટેશન મા પગ મુકતાની સાથે જ યાત્રાધામ દ્વારકાની પ્રતિતી થાય સ્ટેશન પરથી જ થાય તેવી અનુભૂતિ પણ યાત્રાળુઓ ને થશે,
જામનગરના સાંસદ પુનમબેન માડમ અને રેલ્વેના જનરલ મેનેજર શું કહ્યું તે સાંભળવા ઉપરનો વિડીયો ક્લીક કરો…