Mysamachar.in-જામનગર
જામનગરમા આ વખતે આમ આદમી પાર્ટીએ જામનગર મહાનગરપાલીકાની ચુંટણીમા ઝંપલાવ્યુ તો અમુક એવી સમીક્ષા કરે છે કે ત્રીજુ પરિબળ આવ્યુ અરે ભાઇ આ પરિબળ જ ન કહેવાય જે રાજ્ય સરકારની સતામા આવે તેવુ વીજળી વગેરે ફ્રી દેવાની હાસીપાત્ર પ્રચાર આમ આદમીના ઉમેદવારો કરે છે ભાઇ સ્થાનિક મુદા છે કઇ? પાણી, સફાઇ, ઢોર, ટ્રાફીક, રોડ માટે કોઇ આયોજન તો નથી વચનોમા પણ નથી દેખાતુ, તો વળી અમુક એમ ક્યે છ કે કોઇ બીજી રાજકીય પાર્ટીને ફાયદો થાય માટે આપએ ઝુકાવ્યુ છે એ ફાયદા માટે અન્ય હરીફના મત કાપશે? અરે ભાઇ જે પોતાને મતનો ફાયદો કરાવી શકે તેવી સ્થિતિમા નથી તે બીજા ને શુ ફાયદો કરાવશે, આખા ભારતમાથી માત્ર દિલ્હિના દાખલા આપી કોર્પોરેશનમા મત મળે? તેમજ બહુમતી તો ત્યા કોક કોક વાછટની જેમ મત મળી જાય તો પણ સારૂ છે, પણ ના એવુ હાલ તો નથી લાગતુ અને આમ આદમી પાર્ટીનો કોઇ કરંટ હજુ સુધી તો નથી તેમ સમીક્ષકો કહે છે.