mysamachar.in-
જામનગર શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ હોય,આ સમસ્યા કોઈપણ ભોગે દુર કરવાનો મારો લક્ષ છે તેવું MYSAMACHAR.IN ને આપેલ એક મુલાકાતમાં નવા આવેલા એસ.પી.શરદ સિંઘલએ જણાવ્યું હતું
નવનિયુક્ત એસ.પી.શરદ સિંઘલએ આવતા વેંત જ આ સમસ્યા ઉકેલવા માટે પ્રયાસો હાથ ધરીને જામનગર હેડક્વાર્ટર સહીત પોલીસના જુદા જુદા વિભાગોમાંથી 100 પોલીસ કર્મચારીની જુદી જુદી ટીમો બનાવીને શહેરના ભીડભાડ સહીતના વિસ્તારમાં વાહનોનું ચેકીંગ હાથ ધરીને અમલવારી શરૂ કરી દીધી છે,ઉપરાંત ટ્રાફિકની સમસ્યાને જડથી ઉખેડી ફેંકવા નવા એસ.પી.એ શહેર ની સ્થિતિ જોતા નિર્ધાર વ્યક્ત કર્યો છે,ઉપરાંત અમદાવાદના પગલે જામનગરમાં પણ પાર્કિંગની ભયંકર સમસ્યા હોય,મહાનગરપાલિકા સાથે સંકલન કરીને આ દિશામાં પણ મક્કમપણે આવનાર દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે તેમ એસ.પી.શરદ સિંઘલે અંતે જણાવ્યું હતું.