Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં વાહનોની વધતી સંખ્યા વચ્ચે ટ્રાફિક નીયમનનો અભાવ વાહનચાલકોની બેદરકારી ઘણુંબધું જવાબદાર છે,અને તેના માટે સરકારે વિવિધ વિભાગોને જરૂરી નિયમોની અમલવારી કરવા મેદાને ઉતારવાની જરૂર હોય તેમ લાગે છે,અકસ્માતોની વધતી સંખ્યા વચ્ચે ગાંધીનગર નજીક એક એવો અકસ્માત સામે આવ્યો છે,જેમાં બે વિદ્યાર્થીનીઓ એ જીવ ગુમાવ્યો છે,જયારે અન્ય ત્રણ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,
ગાંધીનગરના કુડાસણ રોડ પર ભાઈજીપુરા ગામ નજીક ગત મોડી રાતે કારનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં બે વિદ્યાર્થિનીઓના મોત થયાં છે.જ્યારે ત્રણ વિદ્યાથીઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.વહેલી સવારે ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી અને બે વિદ્યાથિનીઓ અમદાવાદથી ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ભાઈજીપુરા ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર પલટી મારી અને ઝાડ સાથે અથડાઈ હતી અને કારના કડૂસલો બોલી ગયો હતો, કારમાં બેઠેલી ઉર્વશી પરમાર અને સમતા સુથારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું..જયારે સાથેના ત્રણ વિદ્યાર્થીઓની હાલ સારવાર ચાલી રહી છે.