Mysamachar.in-સુરત
સુરત શહેરમાં એક કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રેલિંગ પર ચઢી ગઈ હતી. જે બાદમાં કાર જેવી રીતે રેલિંગ પર લટકી રહી હતી, જેને જોવા લોકો ઉમટી રહ્યા હતા, કહેવામાં આવી રહ્યું છે કે ચાલકે એક મહિલાને બચાવવા જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધાનું માલુમ પડ્યું છે.પીપલોદ નજીકના કારગીલ ચોકમાં એક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ચાલક જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે એક મહિલા આવી જતાં તેણે મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.આ અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. જે બાદમાં તેને કારમાંથી બહાર કાઢીને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.