Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના ભાજપાના સદસ્યનો ભાઈ તથા અન્ય એક શખ્સ વાડીમાં સંઘરેલા શરાબના જથ્થા સાથે ઝડપાયા હોવાનું પોલીસે જાહેર કર્યું છે. શરાબની આ 56 બોટલ વાંકાનેરના લૂણસર ગામના એક શખ્સ પાસેથી ‘આયાત’ કરવામાં આવી હતી, એવી વિગતો બહાર આવી છે.
જામનગર LCBએ જાહેર કર્યું છે કે, ધ્રોલની ભરવાડ શેરીમાં રહેતાં રૂખા સામત ભરવાડ ઉર્ફે રવિએ જોડીયા નાકા અંદર રહેતાં જયેશ પરમારની વાડીમાં શરાબનો સંઘરો કર્યો છે. આ દરોડામાં વાડીમાલિક જયેશ પોપટ પરમાર અને રૂખો ઉર્ફે રવિ 56 બોટલ શરાબ સાથે ઝડપાઈ ગયા છે. શરાબ ઉપરાંત એક મોબાઈલ સહિત કુલ રૂ. 30,620ના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ થઈ છે.
સૂત્રમાંથી મળતી વિગત અનુસાર, જયેશ પોપટ પરમાર પાલિકાના સદસ્ય રણછોડભાઈ પરમાર (વોર્ડ નંબર 2)નો ભાઈ છે. આ શરાબ વાંકાનેર તાલુકાના લૂણસર ગામના ભરત ગમારા પાસેથી મેળવવામાં આવ્યો હતો.પોલીસે આ મામલો ગુન્હો નોંધી તપાસ તજવીજ હાથ ધરી છે.
