Mysamachar.in-મહેસાણા:
આપણે ત્યાં કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માંગે તો એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે લાંચ રુશ્વત વિરોધી શાખા કાર્યરત છે, તેમાં ફરિયાદી જો ફરિયાદ કરે તો આરોપી પર છટકું ગોઠવી અને તેને પકડી શકાય પણ આ લાંચ રુશ્વત વિરોધી શાખાના કર્મચારી જ લાંચ માંગે તો આશ્ચર્ય પમાડે તેવો પણ બિલકુલ સાચો કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે
મામલો કઈક એવો છે કે વર્ષ 2019માં તત્કાલિકન વડનગર મામલતદાર પાસેથી તે સમયે એસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી દ્વારા મામલતદાર સાથે મુલાકાત કરી તમારી વિરુદ્ધમાં એસીબીમાં અરજી થયેલ છે, અને તે આગળ તપાસ નહિ કરવા અને પતાવટ કરવા રૂ. 10લાખની માંગની જેતે સમયે કરવામાં આવી હતી, અને છેલ્લે 3લાખમાં ફાઈનલ થયું હતું, અને આ વાતચીતના રેકોર્ડીંગ સહિતના પુરાવાઓ મામલતદાર દ્વારા એકઠા કરી અને એસીબી વડી કચેરીમાં આ અંગે ફરિયાદ કરેલ
અને તત્કાલીન મામલતદારે આ અંગે જે તે સમયે લાંચના છટકાનું આયોજન પણ કરાવેલ પણ તે ફેઈલ થતા આ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ હતી,જે બાદ લાંબી તપાસ સાયન્ટીફીક, ફોરેન્સીક, અને દસ્તાવેજી પુરાવાઓ મળી આવતા તપાસના અંતે કનકસિંહ બળવતસિંહ સોલંકી ગાંધીનગર એસીબી પો.સ્ટે જે હાલ દાહોદ એસઆરપી ગ્રુપ અને ખાનગી વ્યક્તિ ભરત મગનભાઈ રબારી સામે વિધિવત ગુન્હો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે.