Mysamachar.in-સુરત
સુરતના મગદલ્લા રોડમાં રહેતી ભૈયા સ્ટ્રીમાં આજે એક મકાનમાં આજે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં બળી ગયેલ રૂમમાંથી એક વિદેશી માલુમ જણાતી યુવતી ભડથું થયેલી હાલતમાં મળી આવી છે. યુવતીના રૂમનો દરવાજો બહારથી લોક હોવાની વાત સામે આવતા પોલીસને આ મોત શંકાસ્પદ જણાઈ રહ્યું છે.મૃતક યુવતી મિમ્મી તરીકે ઓળખાતી હતી અને સ્પામાં કામ કરતી હતી. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ છે. મિમ્મીના પરીચિતોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જાણવા એવું પણ મળી રહ્યું છે કે આ મકાનમાં સ્પામાં કામ કરતી યુવતીઓ ભાડે રહે છે અને યુવતીઓની અવર જવર રહે છે. જ્યારે આ મૃતક યુવતી નેપાળ કે થાઈલેન્ડની હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ઘટના બાદ ઘરમાં બહારથી દરવાજે તાળું મારવાની વાત બહાર આવતા પોલીસે પણ યુવતીના મોતને લઈ શંકા વ્યક્ત કરી છે. મૃતક મિમ્મી થાઇલેન્ડ અથવા તો નેપાળની વતની હોવાની પણ ચર્ચા છે. જોકે, આસપાસના રહીશોને તેના વિશે ખાસ માહિતી નથી.