mysamachar.in-ધ્રોલ
ધ્રોલ તાલુકાના લતીપુર ગામ ખાતે આવેલ સ્મશાનની છત પરથી એક યુવાનની કોહવાયેલ લાશ મળી આવતા આ બનાવ અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરતા તાકીદે ઘટના સ્થળે પોલીસ દોડી જઇને તપાસ હાથ ધરી છે,બનાવની વધુમાં મળતી વિગત મુજબ લતીપર ગામ પાસે સાર્વજનિક સ્મશાનઆવેલ છે,

આ સ્મશાનના ઓફિસના મકાન ઉપર છેલ્લા 20 દિવસ પહેલાંની એક અજાણ્યા આશરે 35 ના યુવાનની લાશ પડી હોવાની ગ્રામજનો દ્વારા ધ્રોલ પોલીસ ને જાણ કરવામાં આવેલી છે ત્યારે ઘટનાસ્થળે ધ્રોલ પોલીસ દોડી જઈને આ લાશનો કબજો સંભાળીને હોસ્પિટલ ખાતે પીએમ માટે તજવીજ હાથ ધરેલ છે,જે અજાણ્યા યુવાનની લાશ મળી છે,સ્મશાનની અગાસી પર કઈ રીતે પહોચ્યો શું તેનું મોત કુદરતી છે હત્યા કે આત્મહત્યા તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે,
