Mysamachar.in-ગાંધીનગર
ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું છે. રાજ્યપાલના મળ્યા બાદ સીએમ રૂપાણીએ સીધી પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે આ જાહેરાત કરી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ આ જાહેરાત અનેક સંકેત આપી રહી છે. તેમણે રાજીનામુ આપતા કહ્યું કે, મારા જેવા કાર્યકરને જે તક આપી તેના માટે આભારી છું. મેં રાજ્યપાલને મારું રાજીનામુ સોંપ્યુ છે. પાર્ટી મને આગળ જે જવાબદારી આપશે તે હું સ્વીકારીશ. શું તમને રાજીનામુ આપવા મજબૂર કરાયા તે અંગે તેમણે કહ્યું કે, સંગઠન સાથે મારી કોઈ તકરાર ન હતી. પાર્ટીના નેતૃત્વમાં અમે ઈલેક્શન જીત્યા છે. મને પાંચ વર્ષ જે જવાબદારી આપી હતી તે મેં નિભાવી છે. હું ભાજપનો આભાર માનુ છું કે મને આ તક આપી.