Mysamachar.in-જામનગર:
આજે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની આતુરતા નો અંત આવ્યો છે અને પરીક્ષાના પરિણામો જાહેર થયા છે.આજે જાહેર થયેલ પરિણામોમા કુલ પરિણામ ૬૬.૯૭ ટકા જાહેર થયું છે,જેમાં જામનગર નું ૭૦.૬૧% જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાનું પરિણામ ૭૦.૩૨% જાહેર થયું છે.આજે જાહેર થયેલા પરિણામો મા જામનગર મા તબીબ પરિવાર અને પોલીસ પરિવારને ગૌરવ લેવા જેવી બાબત એટલે છે કે પોલીસકર્મીના પુત્ર અને તબીબ દંપતીની પુત્રી એ બોર્ડમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે,
સૌ પ્રથમ વાત કરવામાં આવે તો જામનગર એલસીબીમા ફરજ બજાવતા અને ગુન્હેગારો માટે કડક કાગળો તૈયાર કરવાના માસ્ટર એવા ભરતભાઈ મુંગરાના પુત્ર કૌશિક જે પી.વી.મોદી સ્કુલમાં અભ્યાસ કરે છે તેને ૯૯.૯૯ પી.આર સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કરતાં જામનગર એલસીબી સાથે જ પોલીસ પરિવારનું પણ ગૌરવ વધાર્યું છે.તો બીજી તરફ તબીબ પરિવાર માટે ગૌરવની વાત એ છે કે ખુબ જ મળતાવડા સ્વભાવના અને લોકોની સેવા કરવા હમેશા તત્પર એવા જામનગરની જી.જી.હોસ્પિટલમાં પેથોલોજી વિભાગના વડા ડો.વિજય પોપટ ,સ્કીન વિભાગના વડા ડો.દેવલબેનની પુત્રી જીયા જે સત્યસાઈ સ્કુલમાં અભ્યાસ કરે છે,તેને ૯૯.૯૫ પીઆર અને ૯૫.૧૬% સાથે ગુજરાત બોર્ડમાં પાંચમાં નંબરનું સ્થાન મેળવી અને જામનગર મેડીકલ કોલેજ,જી.જી.હોસ્પિટલને ગૌરવવંતુ સ્થાન અપાવી માતા પિતાનું નામ રોશન કર્યું છે.ડો.વિજય પોપટ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ના ફેકલ્ટી ડીન પણ છે.