કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગ દ્વારા એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજીનો આરંભ કરવામાં આવ્યો છે. દેશની 1.65 લાખ પોસ્ટ ઓફિસમાં તેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં નાગરિક કેન્દ્રીત પોસ્ટલ સેવાઓ અને નાણાંકીય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્લેટફોર્મ માઇક્રો સર્વિસીઝ આધારિત એક એપ્લિકેશન રજૂ કરે છે. જે BSNLની રાષ્ટ્રવ્યાપી કનેકટિવિટીથી સમર્થિત છે અને મેઘરાજાએ 2.0 કલાઉડ પ્લેટફોર્મ પર હોસ્ટ છે.
આ એપ્લિકેશનમાં માઇક્રો સર્વિસીઝ, સિંગલ-યુનિફાઈડ યુઝર્સ ઈન્ટરફેસ, કલાઉડ-રેડી ડિપ્લોયમેન્ટ, બુકીંગથી ડિલીવરી સુધી એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ સોલ્યુશન, નેક્સ્ટ જનરેશન કાર્યક્ષમતા-QR કોડ ચૂકવણીઓ, OTP આધારિત ડિલીવરી વગેરે, ઓપન નેટવર્ક સિસ્ટમ- ગ્રામીણ વિસ્તારોમાં પણ કનેકટિવીટી, ડિલીવરીની ચોકસાઈ વધારવા 10 અંકનો આલ્ફા ન્યૂમેરિક ડિજિપિન અને સુધારેલ રિપોર્ટીંગ અને એનાલિટીકસ ઉપલબ્ધ છે.
આ માટે દેશભરમાં 4.60 લાખ કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી છે.