Mysamachar.in-જામનગર:Exclusive
આમ તો જામનગરની જી.જી.હોસ્પિટલ મોટાભાગે નેગેટીવ ન્યુઝમા ચમકવા માટે જાણીતી છે,પણ આ જ હોસ્પિટલમાં કાબિલેદાદ તબીબો પણ છે,જે ક્યારેક એવા સફળ ઓપરેશનો પાર પાડે છે જે રેર કહી શકાય તેવા હોય છે,ત્યારે તેને મળવી જોઈતી સાચી સરાહના મળતી નથી,આજે અમે વાત કરી રહ્યા છીએ એ જ જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગની તબીબોની એક એવી સફળતા વિશેની જે જાણતા જ રૂવાળા ઉભા થઇ જાય…
આ સફળ ઓપરેશનની વાત કરવામાં આવે તો જામનગરની જી.જી.હોસ્પિટલના ગાયનેક એટલે કે પ્રસુતિ વિભાગમાં એક પ્રસુતા મહિલા જે શેઠવડાળા ના લલોઈ ગામમા વસવાટ કરે છે,તે ભાવનાબેન અશ્વિનભાઈ નામની પ્રસુતાને પીડા ઉપડતા તે જામનગરની જી.જી.હોસ્પિટલના પ્રસુતિ વિભાગ ખાતે પહોચી હતી,જ્યાં તેને પેટમાં દુખાવા અંગેની ફરિયાદ કરતાં વિભાગના વડા ડો.નલીની આનંદ દ્વારા આ મહિલાનું જરૂરી મેડીકલ ચેકઅપ કરતાં તેણીને પેટમાં ત્રણ કિલોની ગાંઠ હોવાનું સામે આવ્યું હતું,
જે બાદમાં ડો.નલીની આનંદ અને તેની ટીમ માટે ચાર માસનું ગર્ભ પણ બચી જાય અને માતાની ત્રણ કિલોની ગાંઠ પણ બહાર નીકળી જાય તે ઉદ્દેશ હતો,તેના માટે ડો.નલીની આનંદની આગેવાનીમાં દસેક તબીબોની ટીમ દ્વારા ભાવનાબેનની સર્જરી શરૂ કરવામાં આવી હતી અને અંતે લગભગ બેએક કલાકની જહેમત બાદ તબીબોને જે સફળતા જોઈતી હતી તે મળી ગઈ અને માતાના ગર્ભમાં રહેલું ચાર માસનું બાળક પણ બચી ગયું અને ત્રણ કિલો જેટલો વજન ધરાવતી ગાંઠ પણ બહાર કાઢવામાં જી.જી.હોસ્પિટલના તબીબ સહિતના સ્ટાફને સફળતા મળી…
આ ઓપરેશન કરનાર ગાયનેક વિભાગના વડા ડો.નલીની આનંદ જણાવે છે કે તેવોએ અત્યારસુધી પ્રસુતા મહિલાઓને સામાન્ય ગાંઠ સુધીની ઘણીવખત સર્જરીઓ કરી છે પણ ત્રણ કિલો જેટલી ગાંઠ અને તે પણ ચાર માસના ગર્ભ હોય અને કાઢવી તેમના તબીબી કાર્યકાળનો પણ પ્રથમ અનુભવ હતો..ત્યારે તેવો એ પણ ખુશી વ્યક્ત કરી અને હોસ્પિટલ સ્ટાફ માટે ભાવનાબેન અને તેના પરિવારે પણ સરાહના કરી.