Mysamachar.in-જામનગર:
જામનગરનો બ્રાસ ઉદ્યોગ જે રીતે પ્રોડક્શન અને પ્રિસીઝન પાર્ટસ બનાવવામાં માહિર છે, એ જ રીતે બ્રાસ કૌભાંડ આચરવામાં પણ માહિર હોવાનું વધુ એક પ્રકરણ જાહેર થઈ ગયું. વધુ એક ઉદ્યોગપતિની ધરપકડથી ઉદ્યોગનગરમાં સોપો પડી ગયો છે.
આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, જામનગરના બ્રાસ ઉદ્યોગપતિ જયદીપ વીરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે. કૌભાંડનો આંકડો રૂ. 121 કરોડનો છે. તેણે રૂ. 22 કરોડનો ધનલાભ કરી લીધો છે. 40 બોગસ કંપનીઓ ખૂલી છે. બનાવટી invoice નો બેફામ ઉપયોગ થયો છે. બ્રાસ ભંગાર અને સ્ટીલના બોગસ બિલ બન્યા છે. આ વ્યકિત પટેલ મેટલ ક્રાફટ (LLP)માં ભાગીદાર છે.
આ ઉપરાંત જૂનાગઢથી હાર્દિક રાવલ નામના શખ્સને ઉપાડી લેવામાં આવ્યો. તેની કંપનીનું નામ ભારત છે. આ સાથે જ અમદાવાદના બદરેશ આલમ અને અન્ય એક શખ્સની ધરપકડ થઈ છે. ગુજરાતનું આ સમગ્ર કૌભાંડ રૂ. 800 કરોડનું છે. જે DGGI એ શોધી કાઢ્યું છે. આ વિભાગ GST નું ઈન્ટેલિજન્સ યુનિટ છે, જેનું કામ ગુપ્તચર તંત્રની માફક ઈનપુટ્સ મેળવવાનું છે. જામનગરના તંત્ર પાસે આટલી સંવેદનશીલ વિગતો કયારેય પહોંચતી નથી, એ અચરજ લેખી શકાય ?!





