Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગત મંદિરમાં બિરાજમાન કાળિયાઠાકર પ્રત્યે ભકતોનો પ્રવાહ દિન પ્રતિદિન વધતો જાય છે. અને લાખો કરોડો ભાવિકો જે દેશવિદેશમાં વસે છે, તેની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે, વર્ષ દરમિયાન અહી આવતા ભાવિકો દ્વારા પોતાની આસ્થા સાથે ભગવાનને સોનાચાંદી ના દાગીના રોકડ સહિતની ચીજવસ્તુઓ ધરવાની પ્રણાલીમાં દરવર્ષે વધારો થતો જાય છે. અને ચાલુ નાણાંકીય વર્ષના માર્ચ 2020 સુધીમાં દ્વારકાધીશ જગત મંદિર ને 11 કરોડથી વધુનું દાન પ્રાપ્ત થવા પામ્યું છે.
દ્વારકા જગતમંદિરમાં ભકતો દ્વારા 639 ગ્રામ સોનાના આભૂષણો અને 43963 ગ્રામ ચાંદીની અવનવી આઇટ્મો નું દાન કરમાં આવ્યું છે. જેમાં ભગવાનના મુગટ, ઝૂમર, ચાંદીની સગડી, બંસી પિચકારી સહિતની ચીજવસ્તુઑનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભકતો દ્વારા ભગવાનને વિવિધ પ્રકારના અલંગકાર ગરમ કપડાં અવનવા શણગારો આસ્થાભેર ધરવામાં આવેછે. જેમાં રોકડ રકમનો સમાવેશ થાય છે.