Mysamachar.in-સુરત
31 ડીસેમ્બર નજીક છે, ત્યારે દારૂના સપ્લાયરો નીતનવી તરકીબો અજમાવીને પ્યાસીઓ સુધી કઈ રીતે દારુ પહોચે તેના પ્રયાસો કરશે, પણ આવા પ્રયાસો પર પોલીસ પાણી પણ ફેરવશે, સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો જેમાં દૂધ અને છાશની આડમાં સપ્લાય થઇ રહેલ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે, ઓલપાડ પોલીસે બાતમીને આધારે કરમલાથી જતાં તળાદ રોડ વોચ ગોઠવી એક નંબર વગરની પીકઅપ વાનને ઉભી રખાવતા જ તેનો ચાલક ગાડી મૂકી પોલીસને જોઈને ભાગી છુટેલો જયારે ક્લીનર જગદીશ લક્ષ્મણ કલાલ ભાગવા જતા રોડ બાજુની ખાડીમાં પડતા પોલીસે તેને પકડી પાડી ટેમ્પોમા તપાસતા મહારાષ્ટ્રની માહી કંપનીના દૂધ અને છાશના કેરેટની આડમાં રાજસ્થાન બનાવટનો 90 બોક્ષ મા કુલ 4320 નંગ વિદેશી દારૂના પાઉચ જેની કીમત રૂપિયા 2,16,00 મળી આવ્યા હતા.
પોલીસે દારૂ, મોબાઈલ અને રોકડ મળી કુલ 4,74,000 નો મુદ્દામાલ કબજે કરી વાહન ચાલક ઇન્દુભાઇ તથા દારૂનો જથ્થો ભરાવનાર ચંદુ વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને દારૂની હેરાફેરીનો ખ્યાલ ના આવે માટે દૂધ અને છાશની માફક રાજસ્થાની બનાવટના દારૂના પાઉચ મંગાવી દૂધ અને છાશની આડમાં કેરેટ ભરી હેરાફેરી કરવાનો નવો કીમિયો આ બનાવથી ખુલવા પામ્યો છે.