Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
કોવીડ 19 ને કારણે ભાણવડ પોરબંદર ભાણવડ એમ બે લોકલ ટ્રેનો બંધ હતી, જે ટ્રેનો ચાલુ કરાવવા હાલારના સાંસદ પૂનમબેન માડમ સમક્ષ સ્થાનિકોની રજુઆતો મળતા સાંસદે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અસરકારક રજુઆતો કરતા આ રજુઆતને સફળતા મળી છે, અને આગામી તા.14 એપ્રિલથી ભાણવડ-પોરબંદર વચ્ચે બે અનરીઝર્વ ડેઈલી પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવશે. મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચીમ રેલ્વેએ ભાવનગર ડીવીઝનના ભાણવડ-પોરબંદર સ્ટેશનો વચ્ચે 14 મી એપ્રિલ-2022 થી બે અનારક્ષીત દૈનિક પેસેન્જર ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.
ભાણવડ-પોરબંદર-ભાણવડ જે પોરબંદર સ્ટેશનથી દરરોજ સવારે 6:00 વાગ્યે ઉપડશે અને સવારે 7:35 કલાકે ભાણવડ સ્ટેશને પહોંચશે અને વળતી દિશામા ભાણવડ થી દરરોજ સવારે 8:00 કલાકે ઉપડશે અને 9:50 કલાકે પોરબંદર પહોંચશે. બીજી ટ્રેન પોરબંદર થી સાજે-7:00 ઉપડી 8:10 કલાકે ભાણવડ પહોંચશે. ઉપરોકત ટ્રેનો બન્ને દિશામાં રાણાવાવ, રાણાબોરડી, શખપુર, તરસાઈ અને વાસજાળીયા, જશાપર સ્ટેશનો ઉપર ઉભી રહેશે. જેનો લાભ તમામ ગામના ગ્રામજનોને મળશે. ભાણવડ પોરબંદર અને પોરબંદર-ભાણવડ ડેઈલી પેસેન્જર ટ્રેન સાંસદ પૂનમબેન માડમના પ્રયાસથી શરૂ થતા યાત્રીકો અને પોરબંદર ભાણવડ ડેઈલી પેસેન્જર ટ્રેન સાંસદ પૂનમબેન માડમના પ્રયાસથી શરૂ થતા યાત્રીકો અને સ્થાનિક પ્રજાજનોમાં આનંદની લાગણી વ્યાપેલ છે.