Mysamachar.in-જામનગર:
જામનગરના લાલપુર બાયપાસ રોડ પર છ માસ જેટલા સમયગાળાથી મંજુરી ના હોવા છતાં પણ શિક્ષણકાર્ય ચલાવી રહેલી નામાંકિત મોદીસ્કુલનો મંજુરી વિના ચાલી રહ્યાનો ભાંડાફોડ "માય સમાચાર" દ્વારા થતા જામનગર શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ કરાવી દેવામાં આવ્યું છે, ત્યારે આ મામલે જામનગરના RTI એક્ટીવીસ્ટ ભાવિક પાબારી દ્વારા શિક્ષણાધિકારી કચેરીને લેખિતમાં શાળા સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જે બાદ દિવસો પછી જાગેલી જામનગર જીલ્લાશિક્ષણાધિકારી કચેરીએ RTI એક્ટીવીસ્ટને પત્ર પાઠવી રૂબરૂ નિવેદન માટે આવતીકાલે બોલાવ્યા છે,
ત્યારે RTI એક્ટીવીસ્ટ પણ સરકાર દ્વારા અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા નામંજૂર કરવામાં આવેલ શાળાનો પત્ર, દંડની જોગવાઈ અને ફોજદારી ફરિયાદ માંટેના આધારો સાથે રૂબરૂ નિવેદન નોંધાવ્યા બાદ શાળાને એક દિવસના દસ હજાર લેખે દંડ અને ફોજદારી કાર્યરીતી હેઠળ કેમ ગુન્હો બને તે અંગેની પોતાની રજૂઆત કરશે તેમ જણાવ્યું છે, તેના નિવેદન બાદ જો શિક્ષણાધિકારી કચેરી ધારે તો શાળા સામે આકરા પગલા લઇ શકે છે. અને આવતીકાલે આ નિવેદન નોંધાયા બાદ આગામી દિવસોમાં આ મામલે નવા ઘટસ્ફોટ મોદી સ્કુલને લઈને થાય તો નવાઈ નહી તેવી ચર્ચાઓ પણ જામનગરના શિક્ષણજગતમાં ચાલી રહી છે.
-દંડ કરવામાં દાંડાઈ..
જામનગર જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સરકારના શિક્ષણવિભાગની સ્પષ્ટ જોગવાઈઓ નજર સમક્ષ હોવા છતાં દબાણને વશ થઈને મંજુરી વગર શૈક્ષણિકકાર્ય ચાલ્યું તેની સામે દંડ ફટકારવામાં દાંડાઈ કરી રહ્યાનું પણ ફલિત થઇ રહ્યું છે, ત્યારે આવતીકાલે નિવેદનની કાર્યવાહી બાદ શું થશે તે જોવાનું છે