Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રુરલ ડેવલપમેન્ટ (ટીસીએસઆરડી)એ આજે ‘શિક્ષા મૈત્રી’ કાર્યક્રમ અંતર્ગત મીઠાપુરમાં એક શિષ્યાવૃત્તિ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને ઓખામંડળમાંથી 507 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને રૂ. 12 લાખની શિષ્યાવૃત્તિ આપી હતી. આ કાર્યક્રમ કોવિડ-19 આચારસંહિતાને અનુરૂપ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતજિલ્લા કાર્યક્રમ શિક્ષણ અધિકારી (દેવભૂમિ દ્વારકા) ભાવસિંહ વાઢેરની હાજરીમાં ટાટા કેમિકલ્સના વાઇસ પ્રેસિડન્ટ (ઉત્પાદન) અને ફેક્ટરી મેનેજર એન કામથે શિષ્યાવૃત્તિનું વિતરણ કર્યું હતું.
ટાટા કેમિકલ્સના વાઇસ પ્રેસિડન્ટ ઉત્પાદન અને ફેક્ટરી મેનેજર એન કામથે કહ્યું હતું કે, “અમે ઝીરો ડ્રોપઆઉટ હાંસલ કરવાનો એકકેન્દ્રિત લક્ષ્યાંક ધરાવીએ છીએ. આ માટે અમે માળખાગત સુવિધાના અભાવ જેવી મૂળભૂત શિક્ષણ માટેની વિવિધ પહેલો અને સમાધાન હાથ ધરવામાં આવ્યાં છે. અમે ગયા વર્ષે શૈક્ષણિક ગેપ દૂર કરવા અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા અમારા ‘વર્લ્ડ ઓન વ્હીલ્સ’ જેવી તાતી જરૂરિયાત પૂરી કરતાં કાર્યક્રમો માટેની પહેલોનો અમલ કરવાની અને જરૂરિયાત-આધારિત શૈક્ષણિક કાર્યક્રમોનો અમલ કરીને પરંપરાગત શૈક્ષણિક પદ્ધતિઓનો દ્વિપાંખીયો અભિગમ પણ અપનાવ્યો છે. આ કાર્યક્રમોની સફળતા વિદ્યાર્થીઓને તેમનું શિક્ષણ પૂર્ણ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અમારા પ્રયાસમાં પ્રેરકબળ તરીકે કામ કરે છે.”
આ શિષ્યાવૃત્તિ કાર્યક્રમ માટે ટેકનિકલ, વ્યવસાયિક અને તબીબી અભ્યાસક્રમોમાં ઉચ્ચ શિક્ષણ હાથ ધરવા ઇચ્છતાં વિદ્યાર્થીઓને મળશે. ઉપરાંત ધોરણ 9 અને એનાથી વધારે ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ટીસીએસઆરડીના અફેર્મેટિવ એક્શન પ્લાનથી પણ ફાયદો થયો છે. ગ્રેજ્યુએશન અભ્યાસક્રમમાં સામેલ કન્યાઓ માટે વિશેષ શિષ્યાવૃત્તિ પણ આ વર્ષે એનાયત કરવામાં આવી હતી. વળી કોવિડ-19માં પોતાના માતાપિતા ગુમાવનાર કે મહામારીમાં પોતાની આજીવિકા ગુમાવનાર માતાપિતાઓના વિદ્યાર્થીઓને અન્ય વિશેષ શિષ્યાવૃત્તિઓ એનાયત કરવામાં આવી હતી. તેમને 17 સ્વયંસેવકો દ્વારા મદદ કરવામાં આવી હતી, જેમણે વર્ષ માટે વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી ચુકવી હતી.
ટીસીએસઆરડી માને છે કે, સામાજિક, આર્થિક અને પર્યાવરણીય વિકાસ પરિવર્તનનું હાર્દ છે. વળી શિક્ષણ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ પણ છે, જે આ વિકાસમાં મદદરૂપ છે તથા ટીસીએસઆરડી અત્યારે 40 વર્ષથી વધારે સમયથી શિષ્યાવૃત્તિ કાર્યક્રમો હાથ ધરે છે. અગાઉ આ શિષ્યાવૃત્તિઓ અગરિયાઓના લાયકાત ધરાવતા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પૂરતી મર્યાદિત છે. જોકે તાજેતરમાં “શિક્ષા મૈત્રી”અંતર્ગત ચાર પ્રોજેક્ટ – બડ્ડી4સ્ટડી, હાયર એજ્યુકેશન, અફેર્મેટિવ એક્શન અને દેશ કો અર્પણ કાર્યક્રમો ઓખામંડળમાં અને એની આસપાસના 43 ગામડાઓમાનાં વિવિધ વંચિત જૂથોના વિદ્યાર્થીઓ માટે પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.