Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ટાટા કેમિકલ્સ વર્ષોથી સમુદાયોની સલામતી અને સર્વાંગી વૃદ્ધિ માટે કેટલીક પહેલો હાથ ધરે છે. કંપનીએ એની સીએસઆર સંસ્થા ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રુરલ ડેવલપમેન્ટ (ટીસીએસઆરડી)એ રવિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી)માં એક ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાઘવજીભાઈ પટેલ (કૃષિ અને પશુ સંવર્ધન મંત્રી, ગુજરાત રાજ્ય), મુકેશ પંડ્યા (કલેક્ટર, દેવભૂમિ દ્વારકા), ડી જે જાડેજા (તાલુકા વિકાસ અધિકારી) અને એન કામથ, ચીફ મેનુફેક્ચરિંગ ઓફિસર અને સાઇટ હેડ-મીઠાપુર, ટાટા કેમિકલ્સ ઉપસ્થિત રહ્યાં હતાં.
કંપનીએ 200 એલપીએચ પીએસએના ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવાની સાથે આરોગ્ય કેન્દ્રના ઇન્ટેરિઅર્સનું રિનોવેશન કર્યું છે. આ જામરાવલ મ્યુનિસિપલ એરિયામાં સમુદાયના આશરે 50000 સભ્યો અને આસપાસના આશરે 25 ગામડાઓની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે.ટાટા કેમિકલ્સની મીઠાપુરના ચીફ મેનુફેક્ચરિંગ ઓફિસર અને સાઇટ હેડ એન કામથે કહ્યું હતું કે, “ટાટા કેમિકલ્સમાં અમે કટોકટીજન્ય સ્થિતિ સંજોગોમાં ઝડપથી પ્રતિસાદ આપીને આપણા સમુદાયોના સ્વાસ્થ્ય અને સુખાકારીને હંમેશા પ્રાથમિકતા આપીએ છીએ. અમે સરકારી સંસ્થાઓ અને સમુદાયના સભ્યોનો હેલ્થકેર સુવિધાઓ સુધારવામાં અમારા પ્રયાસોને સતત ટેકો આપવા માટે આભારી છીએ. ટાટા કેમિકલ્સ સહિયારા પ્રયાસો દ્વારા અવરોધો પાર પાડવા અને સહાય પ્રદાન કરવા વિવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે તથા અમે આ પ્રકારની કલ્યાણકારક પહેલોમાં મોખરે રહેવાનું જાળવી રાખીશું.”
કોવિડ-19 મહામારી દરમિયાન ટાટા કેમિકલ્સે નિયમિત સાફસફાઈની પ્રવૃત્તિઓ, જંતુનાશકોનો પુરવઠો, માસ્ક બનાવવા, તબીબી સુવિધાઓમાં વધારો અને સમુદાયો વચ્ચે જાગૃતિ વધારવા જેવી કેટલીક પહેલો હાથ ધરી હતી. તાજેતરમાં કંપનીએ મીઠાપુર હોસ્પિટલમાં અદ્યતન ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કર્યો હતો. તબીબી ઓક્સિજનના પુરવઠાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે આત્મનિર્ભર બનીને મેડિકલ ગેસ પાઇપલાઇન સપ્લાય (એમપીજીએસ) સાથે તબીબી સુવિધા પણ વધારી છે.