Mysamachar.in-રાજકોટ:
ખાનગી શાળાઓ બેફામ ફી ની વસુલાત વાલીઓ પાસેથી ના કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન સમિતિ રાજ્યમાં ઝોન વાઈઝ બનાવવામાં આવી છે પણ સમિતિઓ બન્યા બાદ પણ આવા ફી વધારવી કે ઘટાડવી તે અંગેના નિર્ણયો જ લટકતા રહે તો આવું થયું છે સૌરાષ્ટ્ર માટે…
રાજકોટમાં સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેને થોડા સમય પૂર્વે રાજીનામું આપી દીધું જે બાદ છેલ્લા 3 માસથી ચેરમેનની નિમણૂક ન થતા સૌરાષ્ટ્રની 5000માંથી 400 જેટલી ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવાનું કામ અટક્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, મહત્વનું એ પણ છે કે એક મહિના બાદ સ્કૂલોમાં નવું શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થશે અને ત્યાં સુધીમાં જો તે સ્કૂલોની ફી નક્કી કરવામાં નહીં આવે તો સ્કૂલ દ્વારા માંગવામાં આવતી વધુ ફી વિદ્યાર્થીઓએ ભરવી પડશે. જેથી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર તત્કાલ વિચારવું જોઈએ તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટમાં કાર્યરત ફી નિયમન સમિતિમાં ચેરમેન તરીકે દ્વારા જાન્યુઆરી માસમાં પોતાના પદ ઉપરથી રાજીનામું આપવા માટેનો પત્ર રાજ્ય સરકારને લખ્યો હતો. જે બાદ સરકાર દ્વારા તેમનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું. હવે જો ફી નું નિર્ધારણ ના થાય તો સીધો જ ફાયદો ખાનગી સ્કૂલોને થશે

ના માત્ર રાજકોટ પરંતુ રાજકોટ ઝોન હેઠળ આવતા મોરબી, જામનગર, જુનાગઢ, પોરબંદર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરની 5000થી વધુ ખાનગી સ્કૂલોની ફી સૌરાષ્ટ્ર ઝોનની FRC ( ફી રેગ્યુલેશન કમિટી) દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્રણ વર્ષ માટે ફી નક્કી થાય છે હવે જે સ્કૂલો પોતાની વાર્ષિક ફીમાં વધારો કરવા માગે છે તેવી 400 જેટલી સ્કૂલોની દરખાસ્ત ફી નિયમન સમિતિ છે. જેમાંથી મોટાભાગની સ્કૂલોને સાંભળવાની બાકી છે. જોકે ચેરમેને જ રાજીનામું આપી દેતા અને 3 માસ બાદ પણ નવા ચેરમેનની નિમણૂક ન થતા ફી નિયમન અટકી ગયું છે.ત્યારે હવે સરકારે આ મુદ્દે તાકીદે આ મામલે ચેરમેનની નિમણુક થાય તે દિશામાં પગલા તે ઇચ્છનીય છે.
