Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લાના જામજોધપુરમાં તાજેતરમાં થયેલ એક ચેઈન કપાવાની ઘટના બાદ આ અંગે સ્થાનિક પોલીસ તેમજ જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટીમ વોચમાં હતી જે દરમિયાન રાજસ્થાન ગેંગની મહિલાઓ જે જગ્યાએ કથાઓ, મેળાવડાઓ, મંદિરો તેમજ ભીડભાડ વાળી જગ્યાએ ગીરદીમા જઇ બે ત્રણ મહિલા ધકકા મુકી કરી એક મહિલા સ્ત્રીઓના ગળામાંથી ચેન કાપી ભાગી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી આખી ગેંગને ઝડપી પાડવામાં જામનગર એલસીબીને સફળતા મળી છે.
આ અંગેની વધુ વિગતો પર નજર કરીએ તો એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. તથા જામજોધપુર પો.સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવી જરૂરી વર્ક આઉટ કરવામાં આવેલ. દરમ્યાન જામજોધપુર પોલીસ ટીમ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા સ્થળ વીજીટ કરી વર્ક આઉટ કરતા જામજોધપુર નજીક ચેન કપાઈ જવાની ઘટનામાં વપરાયેલ અર્ટીગા કારનો નંબર મળેલ. જેની ઇગુજકોપમાં સર્ચ કરતા પ્રાથમીક રાજસ્થાન જયપુર બાજુની ગેંગ હોવાનુ સામે આવ્યું હતું,
જેથી એલ.સી.બી. ની એક ટીમ આરોપીઓ અંગે રાજકોટ તરફ રવાના કરેલ, દરમ્યાન એલ.સી.બી. તથા જામજોધપુર પો.સ્ટે.ની ટીમ સંયુકત રીતે ટેકનીકલ સોર્સના આધારે આરોપીનો નંબર મેળવવામા સફળતા મળેલ. જે ચોટીલા આસપાસ લોકેશન આવતા એલ.સી.બી. ની ટીમ ધ્વારા ચોટીલા પોલીસનો સહયોગ મેળવી ચોટીલા ખાતેથી જબ્બે કરવામા આવેલ અને એલ.સી.બી. ખાતે લાવી આગવીઢબે પુછપરછ કરતા ઝડપાયેલ 11 મહિલા સહિત 15 ઈસમોની ગેંગ પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયા તેમજ મોબાઇલ ફોન, બે ફોરવહીલ કાર મળી કુલ રૂ.17,55,500/- ના મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી અર્થે જામજોધપુર પોલીસ મથકને સોંપી આપવામાં આવ્યા છે.
-કોણ કોણ ઝડપાયું, ઝડપાયેલામાં 11 તો મહિલાઓ છે,
સુનિલ સુરજપાલ બાવરીયા,સની બચુભાઇ બાવરીયા, સોનુ નરેશભાઇ, જીતેન્દ્ર બહાદુરભાઇ ઉપરાંત અગીયાર મહિલા સોનીયાબેન સનીભાઇ, મોનીબેન દિપકભાઇ, સુરેશનીબેન સુનિલભાઇ, મોનાબેન જસમંતભાઇ, સરફીબેન નરેશભાઇ, ભુરીબેન પપ્પુભાઇ, ગુડીયાબેન રાકેશભાઇ, સમોતાબેન મહાવીરભાઇ, બીમલેશ અનીલભાઇ, આશાબેન રાજેશભાઇ કોમલબેન બચુભાઇને પોલીસે દબોચી લીધા હતા. જે તમામ આરોપીઓ રાજસ્થાનના ભરતપુર, પલ્લવ,અલવરના વતની હોવાનુ ખુલ્યુ છે.
-કામગીરી કરનાર ટીમના સદસ્યો..
જામનગર એલસીબી પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ચૌધરીની સુચનાથી પી.એસ.આઈ.એસ.પી.ગોહિલ તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા હરદિપભાઇ ધાધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઈ મકવાણ ધાનાભાઇ મોરી યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, કિશોરભાઇ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે તેમજ જામજોધપુર પોલીસ મથકના ઇન્ચાર્જ એમ.જી.વસાવા તથા પદ્મરાજસિંહ જાડેજા, માનસંગભાઇ જાપડીયા, અશોકભાઇ ગાગીયા, દિલીપભાઈ જાડેજા, રૂષીરાજસિંહ વાળા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.