Mysamachar.in-ગાંધીનગર:
મીઠાઈ આરોગવી કોણે ને ગમે…ડાયાબિટીઝના દર્દીઓને પણ મીઠાઈ આરોગવાનું મન થઇ જાય તેવી સ્વાદિષ્ટ મીઠાઈઓ મીઠાઈની દુકાનોમાંતો જોવા મળે છે, પણ તેની બનાવટો પર સવાલ ઉભી કરતો મામલો રાજ્યના પાટનગર ગાંધીનગરમા સામે આવ્યો છે, ગાંધીનગર નજીક આવેલા બે સ્થળોએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમદ્વારા દરોડાની કાર્યવાહી કરી અને લોકોના આરોગ્ય સાથે થતા ચેડાનો પર્દાફાશ કર્યો છે,જે જગ્યાએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી તેમાં મોટાપાયે ડુપ્લીકેટ માવો ઝડપી પાડવામાં આવ્યો છે,
હલકી ગુણવત્તા ધરાવતા પાવડરમાંથી માવો બનાવવામાં આવતો હતો. અહીંથી પકડાયેલો પાઉડર પ્રાથમિક દૃષ્ટિએ ટેલકમ પાઉડર હોવાનું જાણવા મળ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નમૂના એક્ઠાકરીને લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા છે. ગાંધીનગર નજીક આવેલા વલાદ ગામમાં ચાલતી બેફેક્ટરી, તથા ફિરોજપુર ગામની મિલ્ક ફુડ પ્રોડક્ટ્સ કંપનીમાં દરોડાનીકાર્યવાહી કરવામાં આવી હતી, ૪૧૦૦ કિલો બરફી અને ૫૫૦ કિલો સફેદ પાઉડરનો જથ્થો જપ્ત કરાયો છે. દરોડા દરમિયાન ભેળસેળ યુક્ત માવો બનાવાતો હોવાનું જાણવા મળતાં ત્રણેય ફેક્ટરીને સીલ મારવામાં આવ્યું છે. જયારે વલાદ અને ફીરોજપુર ખાતે આવેલી ફેક્ટરીનું વેચાણ બંધ કરવા નોટિસ આપવામાં આવી છે. સાથે જ જપ્ત કરેલી સામગ્રી પૈકી પાંચ સેમ્પલો વડોદરા ખાતેની ફુડ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.